Nation 1 News
શિક્ષણ

અમદાવાદની પ્રીશા શાહે  વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR સાથે ડંકો વગાડ્યો, તબીબ માતા- પિતાની દીકરી ફર્સ્ટ આવતા પરિવારમાં ખુશી

GSEB Gujarat Board 12 Result 2022:  ગુજરાત બોર્ડનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદની પ્રીશા શાહે  વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR સાથે ડંકો વગાડતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ઉપરાંત પ્રીશાએ ગુજકેટમાં 99.63 PR મેળવ્યા છે. ઉત્તમ પરિણામ લાવી પ્રીશાએ સમગ્ર અમદાવાદમાં માતા પિતાનું નામ રોશન કર્યું છે.

પ્રીશા શાહના માતા ડો.સંજની અને પિતા કલ્પિત શાહ એક જાણીતા તબિબ

પ્રીશા શાહના માતા ડો.સંજની અને પિતા કલ્પિત શાહ એક જાણીતા તબિબ છે. પ્રીશા શાહ માણેકબાગ વિસ્તારમાં આવેલી ન્યુ સમર્થ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રીશા શાહના વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR આવતા શાળાના પ્રિન્સિપાલથી લઈને શિક્ષકોએ પણ અભિનંદનની વર્ષા કરી છે

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

ગુજરાત બોર્ડે  ગુરુવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ પરિણામમાં મોરબી જિલ્લાએ બાજી મારી છે. સૌથીવધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે.

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – વિષય પ્રમાણે પરિણામ
ગુજરાતી (F.L.) 100.00%
હિન્દી (F.L.) 100.00%
મરાઠી (F.L.) 99.15%
URDU (F.L.) 100.00%
અંગ્રેજી (F.L.) 99.36%
ગુજરાતી (S.L.) 100.00%
હિન્દી (S.L.) 100.00%
અંગ્રેજી (S.L.) 94.57%
ગણિત 94.53%
રસાયણશાસ્ત્ર 86.60%
ભૌતિકશાસ્ત્ર 83.17%
જીવવિજ્ઞાન 92.62%
સંસ્કૃત 99.10%
અરબી 99.21%
કમ્પ્યુટર 96.66%

ધો. 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ – ભાષા પ્રમાણે ટકાવારી
ગુજરાતી – 82.94 ટકા
હિન્દી – 66.59 ટકા
મરાઠી – 71.31 ટકા
ઉર્દુ – 77.78 ટકા
અંગ્રેજી – 81.92 ટકા

પિતા કલ્પિત શાહ અને માતા પણ ખૂબ જ મદદ કરતા

શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને આંખના જાણીતા તબિબ કલ્પિત શાહની પુત્રી પ્રીશા શાહ માણેકબાગ વિસ્તારમાં આવેલી ન્યુ સમર્થ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રીશા શાહના વિજ્ઞાન પ્રવાહમાં 99.96 PR આવતા શાળાના પ્રિન્સિપાલથી લઈને શિક્ષકોએ પણ અભિનંદનની વર્ષા કરી છે.. પ્રીશા શાહ દિવસના કલાકો સુધી મહેનત કરતી હતી. પ્રીશાને અભ્યાસ માટે તેના  પિતા કલ્પિત શાહ અને માતા પણ ખૂબ જ મદદ કરતા હતા. શાળાના શિક્ષકો પણ તેને ખૂબ જ હેલ્પફૂલ હતા.. પ્રીશાને પૂછતા તેણે સમગ્ર યસ પોતાના માતા પિતા અને સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો.

Related posts

લેપટોપ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા લેપટોપ માટે 1.50 લાખની સહાય

Dharmistha Parmar

અમદાવાદના બાપુનગર ખાતે પેપર સિલેબસનું વિતરણ કરવામાં આવ્યું

Admin

અરે તમે સાંભળ્યું,પાપાની પરી ગોલ્ડ મેડલ લઈને આવી… ના સાંભળ્યું હોય તો આ વાંચો…

Admin

Leave a Comment