Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરીબ્રેકીંગ ન્યૂઝ

બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલ મહારેલીના લખાણ કોના કહેવાથી હટાવાયા, મેયર જવાબ આપો

શાહીબાગ ડફનાળા ચાર રસ્તા જુની દિવાલ પર મહારેલીના લખાણ પર કૂચડો ફેરવી દેવાયો

શાહીબાગ ડફનાળા ચાર રસ્તા જૂની દિવાલ પર બાબાસાહેબ આંબેડકરની 14 મી એપ્રિલ મહારેલીના લખાણ પણ કોર્પોરેશનના અધિકારીઓએ કૂચડો ફેરવી દીધો છે. કોના કહેવાથી આ કાર્યવાહી કરાઈ છે તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે બીજી તરફ દલિત સમાજમાં રોશની લાગણી ફેલાઈ છે..

શાહીબાગ ડફનાળા ચાર રસ્તા જુની દિવાલ પર બંધારણના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકર ૧૪એપ્રિલ નિમિત્તે સામાજીક સંગઠન દ્વારા મહારેલી આયોજન કરવામાં આવ્યું તેના અનુસંધાને લોકજાગૃતિ માટે શહેરમાં ઠેરઠેર ‌દિવાલો પર સૂચનાત્મક જાહેરાત સૂત્રો લખવામાં આવેલ છે .ગત તા.10ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ના રાઉન્ડ દરમિયાન દિવાલ પર નું લખાણ દૂર કરવામાં તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે.

દલિત સમાજ તથા અન્ય સમાજ માટે લાંછન શરમજનક કહેવાય બંધારણીય ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકર અપમાનિત કરીને ઠેસ પહોંચાડી દેવામાં આવી શહેરમાં આવા અનેક જગ્યાએ વેપારીઓ અને ધંધાકીય જાહેરાત ચોંટાડી દેવામાં આવે છે અધિકારીઓની બાબાસાહેબ આંબેડકર પ્રત્યેની રુચિ એક નજર ગુન્હાહિત માનસિકતા છતી થાય છે

મધ્ય ઝોનના અધિકારીઓ છુવા છુત ભેદભાવ ભરી નિતી છે લખાણ દૂર કરવામાં સંડોવાયેલા અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તથા કડક સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે બંધારણીય ઘડવૈયા નું અપમાન કર્યું કહેવાય દલિત સમાજના આગેવાનો તથા કોર્પોરેટર ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય શ્રી લખાણ દૂર કરવામા સંડોવાયેલા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં રજૂઆતો કરી આગળ આવવું જોઈએ.

Related posts

26 જૂને અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, અમદાવાદ ટાઉન હોલ ખાતે કરશે બેઠક ગુજરાતમાં મફત વિજળી માટે ચલાવશે ઝુંબેશ

Nation1news

રાજ્યના 28 તાલુકામાં વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ વરસાદ

Admin

પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમારનો આજે જન્મદિવસ

Admin

Leave a Comment