- ગુજરાત પોલીસકર્મીઓ વરદીમાં વીડિયો મૂક્યા તો થશે કાર્યવાહી
- સો. મીડિયા ઉપયોગ બાબતેની આચાર સંહિતા 2023 જાહેર
- પોલીસકર્મીઓ જો સો. મીડિયા આચારસંહિતાનો ભંગ કરશે તો થશે કાર્યવાહી
કેટલાક જવાનો રીલ્સ બનાવીને વીડિયો કરે છે અપલોડ - સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવનાર પોલીસ કર્મચારીઓ ચેતી જજો
- ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર બહાર પડાયો
- ફરજ દરમ્યાન કે બાદ વરદીમાં રીલ્સ બનાવનાર સામે થશે કાર્યવાહી
રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે.
ગુજરાત પોલીસના દરેક સંવર્ગના પોલીસ અધિકારી/ કર્મચારીઓ જયારે તેઓ સત્તાવાર અને ખાનગી ઉપયોગમાં સોશિયલ મીડિયાનો ભાગ બને છે. ત્યારે આ આચારસંહિતા લાગુ પડશે. સોશિયલ મીડિયાની તમામ સોશિય- નેટવર્કિંગ સાઈટ્સ આ પરિપત્રના ઉપયોગમાં સમાવિષ્ટ છે. જેવી કે ફેરાબુક-માઇક્રો બ્લોગિંગ સાઇટ્સ જેવી કે – ટ્વિટર ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ્સ જેવા કે – વોટ્સએપ અને ટેલિગ્રામના ગ્રુપ્સ, વીડિઓ શેરીંગ સાઈટ્સ જેવી કે – યુ- ટ્યુબ, જો કે, આ પરિપત્રમાં એ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જેમાં મોબાઇલ આધારિત એવું કોઈ પણ પ્લેટફોર્મ જેના થકી કોઇ વ્યક્તિ અથવા એજન્સીને પારસ્પરિક (ઇન્ટરેક્ટિવ) રૂપે વાતચીત કરવા માટે સક્ષમ બનાવે છે અને વપરાશકર્તા દ્વારા નિર્માણ કરેલી સામગ્રીનું વિનિમય કરી શકાય છે.
આ આચારસંહિતા મુજબ, હવે ગુજરાત પોલીસના કોઈ પણ કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ કે વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર નહિ કરી શકે. તેમજ પોલીસ કર્મચારીઓ સરકાર વિરુદ્ધ કોઈ પણ ટીકા કે ટિપ્પણી સોશિયલ મીડિયા પર પણ નહિ કરી શકે.