Nation 1 News
BREAKING NEWS
ધર્મ

17 August 2023 આજનું રાશિફળ : આજે સિંહ અને કુંભ રાશિને આર્થિક લાભ થશે,વૃશ્ચિક રાશિ માટે આવશે સારા‌‌ સમાચાર….

મેષ : આજે તમારો દિવસ શુભ રહેશે. આજે તમારી મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો. લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો ઉકેલ મળતા પરિવારમાં સંબંધો મધુર બનશે. નોકરીમાં સહકર્મીઓની મદદથી આગળ વધશો.

 

વૃષભ : આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. વેપારમાં ભાગીદાર સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરશો. કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા મુજબ કામ મળતા આત્મવિશ્વાસ વધશે. ભાઈ-બહેનના સંબંધો વધુ મજબૂત થશે. લેવડ-દેવડ સંબંધિત બાબતો વધુ સારી રહેશે. શેરબજારમાં લાભ થતા સંપત્તિમાં વધારો થવાથી તમે આનંદિત થઈ સંતાનને ગીફ્ટ આપશો. ઘરના નવીનીકરણ પર પણ ધ્યાન આપશો. માતાના સ્વાસ્થ્ય મામલે ચિંતા રહેશે.

 

મિથુન : આજનો દિવસ તમારા માટે શુભ સમાચાર લઈને આવશે. પરિવારના કોઈ સભ્ય સાથે ફરવા જવાનું આયોજન કરશો. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશે. કોઈ બાબતને લઈને તમારા મિત્રો સાથે થઈ શકે છે વિવાદ. જીવનસાથીની નોકરીમાં કોઈ વાતને લઈને તણાવ રહેશે. તમને આધુનિક વિષયોમાં સંપૂર્ણ રસ હશે અને કોઈપણ મહત્વપૂર્ણ ચર્ચામાં સામેલ થશો. તમારું જીવનધોરણ પણ સુધરશે. નવા પરિણીત લોકોના જીવનમાં આજે કોઈ મહેમાન દસ્તક આપી શકે છે.

 

કર્ક : આજે તમારો દિવસ સામાન્ય રહેશે. અણધાર્યા કેટલાક ખર્ચના કારણે તમારું માસિક બજેટ ખોરવાઈ જતા બચત કરી શકશો નહિ. ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરો. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશો. જરૂરિયાતને મદદ કરતા સંતોષ અનુભવશો. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચાર્યું છે, તો તેને બિલકુલ ન લો, નહીં તો તમને તે ચૂકવવામાં મુશ્કેલી પડશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ કામને લઈને તમે તણાવમાં રહેશો.

 

સિંહ : આજે તમે માતા-પિતા તરફથી થઈ શકે છે ધનલાભ. ઘરે માંગલિક પ્રસંગનું આયોજન કરશો. નોકરીમાં મહત્વના પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી શકે છે. મિત્રોનો પ્રોત્સાહન બાદ નવા સ્ટાર્ટઅપ બિઝનેસની શરૂઆત કરશો. સંતાન સાથે ફરવા જવાની યોજના કોઈક કારણસર મુલતવી રાખવી પડે. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મળશે અને તમે વ્યવસાયની સ્થિતિનો પૂરો લાભ લેશો. તમને તમારા મનની વાત વરિષ્ઠ સભ્યો સાથે શેર કરવાની તક મળશે, જેનાથી તમારો તણાવ પણ ઘણી હદ સુધી ઓછો થશે.

 

કન્યા : આજે તમારો દિવસ શુભ રહેશે. તમારા કામને લઈને તમે વધુ ગંભીર બનશો. જો વેપારી લોકો કેટલીક યોજનાઓ બનાવે છે, તો તેમને ચોક્કસપણે તેનો સારો લાભ મળશે. આર્થિક સ્થિતિ બાબતની તમારી ચિંતા દૂર થશે. શેરબજારમાં કરેલ રોકાણથી નાણાંકીય લાભ થશે. સાસરિયાપક્ષ તરફથી તમને આર્થિક લાભ થતો જણાય. જો તમે કોઈ પણ કામ ભાગ્ય પર છોડો છો, તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. તમે તમારા કોઈ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો.

 

તુલા : આજે તમારો દિવસ સારો રહેશે. આજે તમને વેપારમાં લાભ થશે. ઉપરી અધિકારીઓની નારાજગી દૂર થતા નવા ઓર્ડર મળતા આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સ્વાસ્થય નબળું રહેવાના લીધે સ્વભાવ ચીડીયો બનશે. સંતાન સાથે કોઈ બાબતને લઈને થઈ શકે છે વિવાદ. જો તમે આજે કોઈ પણ કામમાં મન લગાવીને મહેનત કરશો તો તેમાં પણ તમને ચોક્કસ સફળતા મળશે. આધ્યાત્મિક બાબતોમાં તમારી સંપૂર્ણ રુચિ જાળવી રાખો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારા પરિણામ માટે યોગ્ય સમયપત્રક બનાવવાથી જરૂર લાભ થશે.

 

વૃશ્ચિક : આજે તમારો દિવસ શુભ રહેશે. વિદેશ રહેતા સંબંધી તરફથી સારા સમાચાર મળતા ઘરમાં ખુશીનો માહોલ જોવા મળશે. આવકમાં વધારો થશે. પરિવારના સભ્યોના સહયોગથી તમે નવા વેપારમાં ઝંપલાવશો. સંતાનના ભવિષ્ય માટે પણ કેટલાક પૈસા બચાવી શકશો. કાર્યક્ષેત્રમાં સહકર્મી સાથેના વિવાદમાં તમે દાખવેલ સમજદારીની લોકો પ્રશંસા કરશે. જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓ સખત મહેનત કરતા રહે છે. તો જ તેઓ તેનું ફળ મેળવી શકશે અને તમારે તમારા સ્વાસ્થ્ય સાથે સમાધાન ન કરવું જોઈએ.

 

ધનુ : આજે તમારો દિવસ શુભ રહેશે. સંતાન સાથેના મતભેદો દૂર થતા પરિવારના સભ્યોના સંબંધો વધુ મધુર બનશે. કોઈપણ વિવાદમાં વધુ ક્રોધિત થવાના બદલે શાંતિથી કામ લેતા ઉકેલ મળશે. વેપારમાં મિત્રના દીર્ધ દૃષ્ટિકોણનો લાભ થશે. નવા ઔદ્યોગિક સાહસોને વેગ મળશે. જીવનસાથી સાથે પ્રેમ અને સહકારની ભાવના રહેશે. પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પણ સાકાર થશે. પેટ સંબંધિત સમસ્યના કારણે પડી શકો છો બીમાર. સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી. વિવાહિત જીવનમાં સુમેળ રહેશે. બેરોજગારને રોજગાર મળશે.

 

મકર : આજે તમે નોકરીમાં વધુ સક્રિય બનશો. ઘરમાં રીનોવેશન મામલે થઈ શકે છે સભ્યો વચ્ચે વિવાદ. વિદ્યાર્થીઓ પોતાના સપના પૂરા કરવા અભ્યાસ સાથે પાર્ટટાઈમ નોકરીની કરશે શોધ. વેપારમાં તમે કોઈની સાથે નાણાંકીય વ્યવહાર કરતી વખતે પૂરતી સાવધાની રાખવી. સ્વાસ્થ્ય બગડતા તમારે ખાનપાનની સાથે તમારી દિનચર્યામાં કરવો પડશે બદલાવ. વૈવાહિક જીવન મધુર બનશે.

 

કુંભ : આજે તમે સંતાન સાથે સમય પસાર કરશો. માતા-પિતા તરફથી આજે તમને કોઈ વિશેષ ગિફ્ટ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવારમાં કોઈ વિવાદમાં વડીલોનું અપમાન ના કરતા શાંતિથી તેમની વાત સાંભળી ઉકેલ લાવવો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ મહેનત કરશે. શેરબજાર કે લોટરીમાં નાણાંનું રોકાણ કરનારાઓએ કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે. આજે તમે બાળકોને સંસ્કાર અને આદર્શના પાઠ ભણાવશે. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, તો જ તે પૂર્ણ થઈ શકે છે. તમારે કોઈના ઉપદેશ અને સલાહને અનુસરવાનું ટાળવું પડશે.

 

મીન : આજનો દિવસ તમારા માટે વધુ શુભ છે. આજે તમને આર્થિક લાભ થશે. મોસાળપક્ષ તરફથી મળી શકે છે વારસાગત ધનસંપત્તિ. નોકરીમાં સારું પ્રદર્શન કરતા લોકો પ્રશંસા કરશે. સહકર્મી સાથે તાલમેલ રાખવામાં સફળ થશો. પરિવારમાં તમારી વાતથી તમને કંઇક સારું કે ખરાબ કહી શકે છે. વૈવાહીક જીવનની અંગત બાબતો ત્રીજી વ્યક્તિ સમક્ષ જાહેર ના કરવી. તમારે અંગત વિષયો પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો.

Related posts

શૌર્ય સુરાતન પરાક્રમ અને બલિદાનની ધરતી પર નાડિયા સમાજ દ્વારા લોક મેળાનું આયોજન

Admin

15 August 2023 આજનું રાશિફળ : આજે મેષ અને વૃષભ રાશિને મળશે સારા સમાચાર, જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

Admin

20 August 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી

Admin

Leave a Comment