અમદાવાદ પોલીસના મોરપીંછમાં વધુ એક છોગું
હેડ કોન્સ્ટેબલે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો
નડિયાદ ખાતે ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ડિસ્ટ્રિક્ટના રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ઇવેન્ટમાં અમદાવાદ સીટી પોલીસ ખાતે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ગિરનારીએ 45 plus ગ્રુપ વિભાગની હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ તથા લોંગ જમ્પમાં સિલ્વર મેડલ તેમજ 100 મીટર રેસમાં સિલ્વર મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કરી સમગ્ર અમદાવાદ સીટી પોલીસનું ગૌરવ વધારેલ છે