Nation 1 News
BREAKING NEWS
હેલ્થ

શું તમે શરદી અને કફને સામાન્ય ગણો છો તો થઈ શકે છે આવા હાલ,દર્દીના નાકમાંથી 8 સેન્ટી મોટો મસો દૂરબીન વડે દૂર કરાયો.. રાજકોટના ડોક્ટરનું સફળ ઓપરેશન…

જો તમે પણ શરદી અને કફને સામાન્ય ગણીને અવગણતા હોય તો સતર્ક થઈ જજો.. રાજકોટમાં એક અજીબો ગરીબ ઘટનામાં દર્દીના નાકમાં થયેલા 8 સેન્ટી.થી મોટા મસાને દૂરબીનથી દૂર કરવામાં આવ્યો છે.. રાજકોટના જાણીતા ઇએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું છે.

વિગતો એવી છે કે રાજકોટ ના વતની લલિત ભાઈ વાઘેલા છેલ્લા ચાર છ મહિના થી શરદી નાક બંધ થઈ જવું વિ તકલીફ થી પીડાતા હતા ત્યારે તેઓ એ અત્રે રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ઈ એન્ટી સર્જન ડૉ હિમાંશુ ઠક્કર ની ઠક્કર હોસ્પિટલ ખાતે નિદાન કરાવવા જતા ડૉ હિમાંશુ ઠક્કરે નાક ની દૂરબીન વડે તપાસ કરતાં માલૂમ પડયું કે દર્દી ના જમણા નાક માં છેક ઊંડે સુધી એક મસો હતો અને તે આગળ નાક ના છિદ્ર થી શરૂ થઈ છેક નાક ની પાછળ તળવા સુધી પહોંચી ગયો હતો.

 

સિટી સ્કેન કરાવતા માલૂમ પડયું કે તે મસો જમણી બાજુએ સાયનસ અને આખી નાક ની જગ્યા મા પ્રસરી ગયેલ છે. ડૉ હિમાંશુ ઠક્કરે દર્દી ની ઓપરેશન માટે સમજાવી દૂરબીન Endoscope અને કેમેરા વડે સ્પેશિયલ મશિન માઇક્રોદેબરાઈ ડર વડે અને ખૂબજ કુનેહ પૂર્વક કોઈ પણ જાત નો ચેકા ટાંકા વગર 8 સેન્ટિમીટર જેટલો મોટો મસો કાઢી આપી દર્દી ને યાતના મુક્ત કર્યા હતા.

આ તબક્કે દર્દી અને તેના સગા સંબંધીઓ એ ડૉ હિમાંશુ ઠક્કર નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો ડૉ ઠક્કર ના જણાવ્યા મુજબ આ એક અનોખો કેસ હતો કેમ કે આટલો મોટો મ સો આંખ અને મગજ સુધી પ્રસરી શકે અને કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે કેમ કે નાક ના નાના છિદ્ર માંથી દૂરબીન વડે કાઢતી વખતે complications થવાની શક્યતા રહેલી હોય છે પરંતુ કોઈ પણ જાત ની તકલીફ વગર ઓપરેશન પાર પાડવા મા અવેલા છે અને દર્દી ને હોસ્પિટલ માંથી રજા પણ આપી દેવાઇ છે ડૉ ઠક્કર ના જણાવ્યા મુજબ શરદી કફ જેવી સમસ્યાઓ ને અવગ ણવી ન જોઈએ અને વહેલી તકે નિષ્ણાત ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ.

Related posts

આંખો આવે તો શું કરવું…પહેલા આ વાંચી લો નહીં તો આંખો ગઇ કામથી….

Admin

અમદાવાદ પોલીસને તમારા સ્વાસ્થ્યની ચિંતા પણ છે.. જુઓ નરોડા પોલીસે તેનો બોલતો પુરાવો આપ્યો..

Admin

અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસ અંગેના બે અભ્યાસ આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં પ્રસિધ્ધ

Admin

Leave a Comment