Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરીશિક્ષણ

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

  • અમદાવાદના કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે 1 ઓક્ટોબરના રોજગાર ભરતી મેળો
  • દિવ્યભાસ્કર, Axis bank, ડેંગી ડમ્સ,ડી માર્ટ, ટાટા મોટર્સ અને સુઝુકી મોટર જેવી કંપનીઓ જોઈ રહી છે તમારી રાહ
  • ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખવી ફરજીયાત

આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે. આ રોજગાર મેળામાં ભરતી માટે તમામ ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે.

વિગતો એવી છે કે અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી પોતાના વિસ્તારના અને અન્ય લોકો પણ વધુમાં વધુ સારી સેવાઓ મેળવી શકે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરતા જ રહે છે. આ વખતે ધારાસભ્ય પાયલ કૂકરાણીએ યુવાનોને રોજગાર મળી રહે તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે.

સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે

આ રોજગાર મેળામાં રાજ્યની 20થી વધુ પ્રખ્યાત કંપનીઓ ભાગ લેવાની છે. અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓમાં એપ્રેન્ટિશસિપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, એડમીન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ, સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.દિ

દિવ્યભાસ્કર, Axis bank, ડેંગી ડમ્સ,ડી માર્ટ, ટાટા મોટર્સ અને સુઝુકી મોટર જેવી કંપનીઓ જોઈ રહી છે તમારી રાહ

૨૦ જેટલી કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ પ્રા. લી. મધરસન સુમી,મીંડા, ગ્રાઝિયાનો ટ્રાન્સમિશન્,સુઝુકી મોટર્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ, એક્ષીસ્ બેન્ક, જેક્ટેક હાયડ્રોલિક,દિવ્ય ભાસ્કર, ડીમાર્ટ,મેહતા હાઈટેક ઈન્ડસ્ટ્રિઝ્, ડેન્ગીડમ્સ, વગેરે જેવિ કમ્પનિ ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખી તા. ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે આઈટીઆઈ કુબેરનગર, ગેલેક્ષી સિનેમાની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું. તમામ ઉમેદવાર હોય પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે.

Related posts

સુરેન્દ્રનગરમાં રણમાં ફસાયેલા પરિવારનો Googleએ‌ બચાવ્યો જીવ…. જાણો કંઈ રીતે બની હતી આખી ઘટના…

Admin

ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ

Admin

ગુજરાતભરના રોહિત સમાજમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટે સર્જ્યો ઇતિહાસ,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ..

Admin

Leave a Comment