અમદાવાદી ઉજ્જવલ શાહ મુંબઇમાં એપલની સ્ટોર બહાર 21 કલાકથી લાઇનમાં
આઇફોન માટે અમદાવાદી ઉજ્જવલ શાહ એટલી હદે ક્રેઝી છે કે ગઇ વખત 17 કલાક લાઇનમાં ઉભો રહ્યો હતો અને આ વખતે મુંબઇ સ્થિત આઇફોનના સ્ટોરી પર છેલ્લા 21 કલાકથી ઉભા ઉભો રહ્યો છે.આજે સવારથી જ અહીં લાઈન એટલી લાંબી છે કે ભીડને કાબૂમાં લેવા માટે ગાર્ડને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.
iPhoneની નવી સિરીઝ લૉન્ચ થવા પર લોકો iPhone વિશે કેટલા ક્રેઝી છે તે તમે જોઇ શકો છો. આવા દ્રશ્ય શુક્રવારે મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોરની બહાર જોવા મળ્યા છે, જ્યાં લોકોની લાંબી કતારો ઉભી હતી. ખરેખર, ભારતમાં iPhone 16નું વેચાણ આજથી શરૂ થઈ રહ્યું છે અને લોકો તેને ખરીદવા માટે મુંબઈના આ સ્ટોરની બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા છે.
આઇફોન માટે અમદાવાદી ઉજ્જવલ શાહ એટલી હદે ક્રેઝી છે કે ગઇ વખત 17 કલાક લાઇનમાં ઉભો રહ્યો હતો અને આ વખતે મુંબઇ સ્થિત આઇફોનના સ્ટોરી પર છેલ્લા 21 કલાકથી ઉભા ઉભો રહ્યો છે. અહી એટલી બધી લાઇન છે કે સિકયુરિટીએ વ્યવસ્થા જાળવવા ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે.લોકો લાઇનોમાં પણ ભારે ધક્કામુક્કી કરી રહ્યા છે. આઈફોન 16 ખરીદવા અમદાવાદથી મુંબઈ પહોંચેલા ઉજ્જવલ શાહે કહ્યું, ‘હું 21 કલાકથી કતારમાં ઊભો છું. ગઈકાલે સવારે 11 વાગ્યે સ્ટોર ખુલ્યો ત્યારથી હું અહીં છું. તે પછી આજે હું 8 વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ બનીશ. હું આજે જેટલો ઉત્સાહિત છું તેના કરતાં હું ક્યારેય iPhone 16 ખરીદવા માટે ઉત્સાહિત નહોતો.