- ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા હોમગાર્ડ જવાનને અનોખી શ્રદ્ધાંજલિ
શહેરના ઇસ્કોન બ્રિજ પર જગુઆર અકસ્માતમાં મોતને બેઠેલા હોમગાર્ડ જવાનને હોમગાર્ડ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લાલ દરવાજા હોમગાર્ડ ઓફિસ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તેમજ હોમગાર્ડના માનદ અધિકારી, હોમગાર્ડ સભ્યોપણ હાજર રહ્યા હતા..
નોધનીય છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં પોલીસ કરમી સહિત હોમગાર્ડ જવાનું પણ અકસ્માતમાં મોત થયું હતું. હોમગાર્ડ જવાન પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મદદ કરવા માટે અકસ્માત સ્થળે ઊભા હતા અને તેમનું પણ અકસ્માતમાં મોત થયું હતું..
લાલ દરવાજા હોમગાર્ડ ઓફિસ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમદાવાદ શહેર હોમગાર્ડ પશ્ચિમના જિલ્લા કમાન્ડંડ જબ્બાર સિંહજી શેખાવત, મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તેમજ હોમગાર્ડના માનદ અધિકારી, હોમગાર્ડ સભ્યોપણ હાજર રહ્યા હતા..