કુબેરનગરના વેપારી સાથે ધર્મ કરતા ધાડ પડી
કહેવાય છે કે કોઈની મદદ કરવીએ મનુષ્યનો પહેલો ધર્મ છે.. પરંતુ તમે કરેલી મદદ તમારા માટે મુસીબત બની જાય એવું પણ બની શકે છે. આવો જે કિસ્સો અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં બનવા પામ્યો છે. કુબેરનગરના એક વેપારીએ પોતાના પરિચયમાં આવેલા નાનાચિલોડા એક વ્યક્તિને મદદ કરી હતી કરી હતી અને તે જ મદદ હવે તેમના માટે મુસીબત બની ગઈ છે.
વાત જાણે એમ છે કે કુબેરનગર વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા એક વ્યક્તિએ નાના ચિલોડા ખાતે રહેતા મહેશ વિજુમલ જીવનાની નામના વ્યક્તિના પરિચયમાં આવ્યા હતા. મહેશ જીવનાનીએ પોતાના તકલીફમાં હોવાનું કહીને વેપારી પાસે મદદ માંગી હતી. જેથી વેપારીએ પોતાના પરિચિત ને ખૂબ જ તકલીફ હોવાની દયા રાખીને તેને આર્થિક મદદ કરી હતી.
મહેશ જીવનાની વારંવાર આવતા વેપારીએ મદદ કરવાનું ઇનકાર કરી દીધો
દરમિયાનમાં તે વ્યક્તિ પરિવાર તકલીફમાં આવવાનું કહીને વેપારી પાસેથી ફરીથી મદદ માંગી હતી. વેપારીએ દયા રાખીને ફરીવાર મદદ પણ કરી હતી. ત્યારબાદ મહેશ જીવનાની આ રીતે વારંવાર મદદ માટે આવતા વેપારીએ મદદ કરવાનું ઇનકાર કરી દીધો હતો. જેથી મહેશ જીવનાની વેપારીને એનકેન પ્રકારે હેરાન કરવા લાગ્યો હતો.
મહેશ પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટી માહિતી આપીને વેપારીને હેરાન કરતો
મહેશ જીવનાની વેપારીને પોલીસ કંટ્રોલમાં મેસેજ કરીને દારૂ જુગારના અડ્ડા ચલાવતા હોવાની બીક આપી પૈસા પાડવા માંગતો હતો. વેપારીએ ના પાડતા મહેશ પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટી માહિતી આપીને એમ કેમ પ્રકારે વેપારીને હેરાન કરતો હતો. અત્યાર સુધી મહેશ જીવનાની અનેકવાર સરદાર નગર પોલીસને પોલીસને ખોટા મેસેજ કરી અને ખોટી અરજીઓ કરી વેપારીને પરેશાન કરી ચૂક્યો છે. જેથી વેપારી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જોકે હવે સરદાર નગર પોલીસને મહેશ જીવનાની ખોટા મેસેજો કરતો આવવાની જાણ થઈ જતા મહેશ જીવનાની વેપારી વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવા માંડ્યો છે. વેપારી સાથે ધર્મ કરતા ધાડ પડ્યા જેવો ઘાટ ઘડાયો છે.