Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

અમદાવાદના ખોખરામાં લઠ્ઠા કાંડ  સર્જાય તો જવાબદાર કોણ?

અમદાવાદના ખોખરામાં લઠ્ઠા કાંડ  સર્જાય તો જવાબદાર કોણ?

અમદાવાદના ખોખરામાં વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓને લઈને સ્થાનિક લોકોએ પોલીસ અને અનેક રજૂઆતો કરી છે તેમ છતાં દારૂના અડ્ડા બંધ થઈ રહ્યા નથી.  સૌથી મહત્વની વાત એ છે કે ખોખરા વિસ્તારમાં જો લઠ્ઠા કાંડ સર્જાય તો જવાબદાર કોણ રહેશે.

ખોખરા પીઆઈ એ.વાય.પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોખરામાં વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને ખોખરા પીઆઈ એ.વાય.પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે.. વહીવટીદાર દર મહિને લાખો રૂપિયાનું ભરણ લઈ અડ્ડાઓ ચાલવા દેતા હોવાની પણ રજૂઆત કરાઈ છે..

ખોખરા પોલીસ દર મહિને લાખો રૂપિયા ભરણ લે છે

નોંધનીય છે કે ખોખરામાં વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ખોખરામાં પોલીસ આ માટે દર મહિને લાખો રૂપિયા ભરણ પણ લે છે.. જેથી ખોખરા પોલીસ આ લોકો સામે કોઈ જ પગલાં લેતી નથી. જેને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેથી સ્થાનિક લોકોએ એસએમસીની ટીમને રજૂઆત કરી છે..

Related posts

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ કેમ ન કપાઇ, વાંચો નેશન ફર્સ્ટનો ખાસ અહેવાલ

Admin

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અંગે કરાશે ગૃહ મંત્રીને રજૂઆત

Admin

ગુજરાત પોલીસકર્મીઓ વરદીમાં વીડિયો મૂક્યા તો થશે કાર્યવાહી,આચાર સંહિતા 2023 જાહેર

Admin

Leave a Comment