મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે G20 અન્વયે આયોજિત બે-દિવસીય U20 મેયરલ સમિટનો કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્ય મંત્રી, દેશ-વિદેશના શહેરોના મેયર્સ-પ્રતિનિધિઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો…
મહાનુભાવો સાથે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
મુખ્યમંત્રીએ સમિટના ઉપલક્ષ્યમાં આયોજિત ભારતના શહેરી વિકાસ તેમજ નોંધપાત્ર સફળ અને નવીન પહેલને દર્શાવતા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરી અન્ય મહાનુભાવો સાથે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
ક્લાઇમેટ રેઝિલિએન્ટ સિટી એક્શન પ્લાન’નું પણ વિમોચન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવાના લક્ષ્ય સાથે તૈયાર કરવામાં આવેલ ‘ક્લાઇમેટ રેઝિલિએન્ટ સિટી એક્શન પ્લાન’નું વિમોચન પણ કર્યું…