અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીના લગ્નનો વરઘોડો ડી.જે. સાથે ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો હતો. નોંધનીય છે કે અગાઉ આ જ ગામમાં અન્ય સમાજના લોકો દ્વારા દલિતોના લગ્નના ડીજે વરઘોડાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
વિગતો એવી છે કે અગાઉ વર્ષ 2022માં આજ ગામે દલિત દીકરીના લગ્ન પ્રસંગે અન્ય સમાજના ઈસમો દ્વારા દલિત સમાજ લગ્નમાં ડી.જે. ન વગાડી શકે તેમ કહી વરઘોડો અટકાવ્યો હતો. જે અંગે નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિન ભાઈ મેકવાન ની આગેવાનીમાં ગામ ના જાહેર ચોકમાં સભા કરવામાં આવી હતી. અને સભા બાદ જાહેર ચોક થી ગામના જાહેર રસ્તા થી દલિત ફળિયા સુધી ડી.જે. સાથે વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડો રોકનાર ઈસમો વિરૂદ્ધ મજબૂત કાનૂની લડત આપવામાં આવી હતી.
ડાંગરવા ગામે ડી.જે સાથે જાનનો વરઘોડો કાઢવામાં આવતા 26/05/2022 નાં રોજ ગામના ઠાકોર સમાજ દ્વારા દલિત દીકરીની જાન ના વરઘોડા સમયે સામૂહિક હુમલો કર્યો. હતો. અને દલિતો ડી.જે.સાથે વરઘોડો ન કાઢી શકે તેમ કરી હુમલો કર્યો હતો. આ ધટના બાદ આ બનાવમાં નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, ભરત પરમાર, શાંતા સેનવા, કનુભાઈ સુમેસરા સહિત આગેવાનોએ કાનૂની મદદ પૂરી પાડીને જાહેર ચોકમાં સંમેલન કરીને ડી.જે.સાથે વરઘોડો કાઢ્યો હતો.
દરમિયાનમાં તા. 11/02/2024 નાં રોજ કાળાભાઈ મકવાણાની દીકરીના લગ્ન હતાં.તે બાબતે અગાઉ થી પોલીસ અને મામલતદારને કાયદો વ્યવસ્થા જાળવવા અરજી આપવામાં વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરા એ સહકાર આપ્યો હતો. અને આજે કાળાભાઈની દીકરીની જાન અમદાવાદ બાપુનગર સમૂહ લગ્નમાં ગઈ હતી અને ગામના જાહેર ચોક થી ડી.જે. સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ, કનુભાઈ સૂમેસરા ની આગેવાનીમાં ડી.જે. સાથે વરઘોડો કાઢી મજબૂત સામાજિક બદલાવ લાવ્યા તે બદલ સમગ્ર ડાંગરવા અનુ.જાતિ વસ્તી પંચ જાહેર આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.