Nation 1 News
ક્રાઈમગામની વાત

Update લઠ્ઠાકાંડ: બોટાદના રોજિદ ગામે લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીતા 18 લોકોનાં મોત,3 લોકોની હાલત ગંભીર

Story By:Pradip Gohil(Gujarat Head) 

ગુજરાત: બોટાદના રોજિદ ગામે લઠ્ઠાકાંડ, ઝેરી દારૂ પીતા 18લોકોનાં મોત, 3 લોકોની હાલત ગંભીર

  • બોટાદના રોજિદમાં  લઠ્ઠા કાંડ
  • ઝેરી દારૂ પીવાના કારણે 18 લોકોના મોત
  • પોલીસે બે લોકોની કરી ધરપકડ
  • દારૂ બનાવનાર અને વેચનારની ધરપકડ

 

 

બે તાલુકા ના પાંચ ગામના 15 મૃતકોના નામ

રોજિંદ ગામ

વશરામ પરમાર
ઘનશ્યામ પરમાર
ભૂપતજી વિરગામા
ધુડા પગી
શાંતિ પરમાર

અણિયાળી ગામ
બળદેવ મકવાણા
હેમંત વડદડીયા
રમેશ વડદડીયા

આકરું ગામ
કિશન ચાવડા
ભાવેશ ચાવડા
પ્રવીણ કુવારીયા

ચંદરવા ગામ
અરવિંદ સીતાપરા
ઇર્ષાદ કુરેશી

ઉચડી ગામ
જયંતી ચેખલીયા
ગગન ચેખલીયા

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છંતા પણ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે, પોલીસતંત્રની રહેમનજરે ખુલ્લેઆમ દારૂ વેચાય છે,રાજ્યમાં ફરી એખવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે. બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની  ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, બોટાદમાં આવેલા રોજીદ ગામમાં 10 લોકોના લઠ્ઠાકાંડની શંકાથી મોત થયા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ 6 લોકોના મોત થયા છે અને બરવાડામાં બે લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જયારે મોતનો આંકડો વધવાની શક્યતા દેખાઈ રહી છે. આમ કુલ 18 લોકોના મોતની પુષ્ટી પણ આઇજીએ કરી હતી. તેવામાં નભોઇમાં દારુ વેચાણ કરતી એક શંકાસ્પદ મહિલા સહિત અનેક દેશી દારુના બુટલેગરોને પકડી લેવામાં આવ્યા છે. દારુ ક્યાથી આવ્યો કોણે કોણે પીધો અને તે ક્યા છે તેમની સ્થિતી શું છે તે જાણવા માટે જિલ્લા એસપી કરણરાજ વાઘેલા સહિતનો કાફલો બોટાદ જિલ્લાની બોર્ડર પર આવેલા ગામે પહોચી ગયો હતો.

ભાવનગરથી પણ ડોકટર સાથે મેડિકલ ટીમને બોલાવી લેવામાં આવી
જોકે તપાસ દરમિયાન ચારના મોત બાદ હજુ પણ આઠ લોકોને ગંભીર અસર હોવાનું બહાર આવ્યું છે. જોકે હજુ કેટલા લોકોને અસર થઇ છે તે નક્કી કરી શકાયુ નથી પરંતુ મોટી સંખ્યામાં લોકોને અસર થઇ હોવાનું નકારી શકાય તેમ નથી. મેડિકલ ટીમ ઓછી હોવાના કારણે ભાવનગર જિલ્લામાંથી પણ ડોકટર સાથે મેડિકલ ટીમને બોલાવી લેવામાં આવી છે.

બોટાદ જિલ્લા એસપી કરણરાજ વાઘેલાએ ફોન ઉપાડવાની તસ્દી ન લીધી
બોટાદ જિલ્લા એસપી કરણરાજ વાઘેલાએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. બીજી તરફ અમદાવાદ જિલ્લા એસપી વિરેન્દ્ર યાદવે જણાવ્યુ હતુ કે, બોટાદ જિલ્લાના નભોઇ ખાતે કોઇ મહિલાના ત્યાથી દારુ પીને અમારા વિસ્તારમાં આવેલા લોકોમાંથી 5ના મોત થયા છે. જોકે હજુ સુધી કોઇનો પીએમ રિપોર્ટ આવ્યો નથી. પરંતુ એકનું હાર્ટ બેસી જવાથી અને એકને સુગર વધુ હોવાના કારણે મોત થયું હોવાનું અનુમાન છે. બીજા બેના પીએમ રિપોર્ટ આવે પછી હકીકત ખબર પડે તેમ છે.

અમદાવાદ રેન્જ આઇજી વી. ચન્દ્રશેખરે કંઈક આવું કહ્યું.
આ અંગે અમદાવાદ રેન્જ આઇજી વી. ચન્દ્રશેખરે જણાવ્યું હતુ કે, નભોઇ અમદાવાદ જિલ્લાના બોર્ડર એટલે કે બરવાળા પોલીસ સ્ટેશનમાં આવે છે. ત્યાનો ઝેરી દારુ પીને લોકોને અસર થઇ છે તેવામાં લાશોની ચકાસણી ચાલી રહી છે. આસપાસના ગામોના સરપંચોની સાથે વાત ચાલી રહી છે. ત્યાથી દારુ લઇને કે પીને આવ્યા હોવાની વાત છે. પોલીસ આસપાસના વિસ્તારમાં તપાસમાં લાગી ગઇ છે. જો કે, ઝેરી દારુ પીવાના કારણે અમદાવાદમાં પણ ચાર લોકોના મોત થયા છે.

ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના
આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે ડીવાયએસપીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વર્ષો બાદ લઠ્ઠાકાંડ સર્જાત પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે અને તેનાી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. બોટાદમાં આ ઝેરી દારુ પીતાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પોલીસે સત્વેરે દારૂ વેચનાર અને બનાવનારની ધરપકડ કરી છે.

Related posts

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની ધરા પર પહોંચ્યા

Admin

લેપટોપ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા લેપટોપ માટે 1.50 લાખની સહાય

Dharmistha Parmar

ગાંધીનગરના રામકથા મેદાનમાં રોહિત સમાજ ઇતિહાસ રચશે, સમગ્ર ગુજરાતના રોહિતોનું ભવ્યાતીભવ્ય સંમેલન

Admin

Leave a Comment