Nation 1 News
ક્રાઈમ

રાજકોટમાંથી ઝડપાયા ત્રણ મોટા આતંકવાદી, જાણો કેવી રીતે રહેતા અને શું કરતા હતા…

રાજકોટમાંથી ઝડપાયા ત્રણ મોટા આતંકવાદી, કેવી રીતે રહેતા અને શું કરતા હતા…
ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રોજકોટમાંથી આંતકી સંગઠન સાથે જોડાયેલ ત્રણની ધરપકડ
આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટ સોની બજારમાં રહીને કામ કરતા હતા.

  • રાજકોટમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન
  • આંતકી સંગઠન સાથે જોડાયેલ ત્રણની ધરપકડ
  • સોની બજારમાં કરતા હતા આ ત્રણેય ઈસમો કામ
  • ત્રણેયને સોંપાયું હતું અલકાયદાના પ્રચારનું કામ
  • મૂળ વેસ્ટ બંગાળના રહેવાસી હોવાની માહિતી
  • છેલ્લા 6 મહિનાથી કરતા હતા સોની બજારમાં કામ
  • ATS એ 1 પિસ્ટલ અને 10 કારતુસ પણ કર્યા કબજે

રાજકોટમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન સફળ રહ્યું છે. આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટ સોની બજારમાં રહીને કામ કરતા હતા. મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઇઝ થયા હતા.જાણવા મળી રહ્યું છે કે આ લોકો ગુજરાતમાં અલ-કાયદાનો પ્રચાર ફેલાવવાનું કામ કરતા હતા. અન્ય મુસ્લિમ કર્મચારીઓને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા. તેઓ સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને રેડિક્લાઇઝ કરતા હતા. આતંકીઓ પાસેથી એટીએસે એક પિસ્ટલ અને 10 કારતુસ જપ્ત કર્યા છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ત્રણ શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. આ આતંકીઓના નામ અમન મલિક, શુકુર, શૈફ નવાઝ છે.

રાજકોટના સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરતા હોય છે. રાજકોટમાં લગભગ 50થી 60 હજાર જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. ત્યારે ઝડપાયેલા આ ત્રણેય લોકો પણ બંગાળી હોવાનું સામે આવ્યુ છે. આ ત્રણેય કારીગરો છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં કામ કરતા હતા.

ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા પણ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે લોકો મૂળ બાંગ્લાદેશના રહેવાસી હતા. આ લોકોની વધુ તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. આ તપાસમાં આ ત્રણ લોકોની વિગતો પણ સપાટી પર આવી હતી. આ ઝડપાયેલા પશ્ચિમ બંગાળના શખ્સો અલકાયદાથી પ્રભાવિત થઇને તનો પ્રચાર કરતા હતા.

ગુજરાતી એટીએસએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. તાજેતરમાં આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યૂલ અલકાયદાનું એક નાનું મોડ્યૂલ છે જે ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

ગુજરાતમાં ઘણા સમયથી સ્લીપર સેલમાં ગતિવિધિ ન હતી, પરંતુ ગુજરાત એટીએસએ તેની કડી શોધીને આખા રેકેટનો પડદાફાશ કર્યો છે. આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

ગત મહિનામાં ગુજરાત એટીએસે એ પોરબંદરમાં મોટુ ઓપરેશન પાર પાડીને આતંકી ઝડપ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં આ ઓપરેશન પાર પાડ્યુ હતું. વહેલી સવારે રેડ પાડીને ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાનું બાતમી મળી છે. ચારેય લોકો ISIS ના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય ISIS સાથએ જોડાઈને ભાગાવની ફિરાકમાં હતા. ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા. ATSના દરોડામાં ઘણી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતા. ચારેય ISISમાં જોડાવવા ભાગવાની ફિરાકમાં હતા અને ચારેય આતંકીઓ 1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સીમા પાર બેઠેલા આકાઓ સાથે પણ તેઓનો સંપર્ક હતો. તેઓ આતંકી આકાઓના ઈશારે કટ્ટરપંથી બન્યા હતા.

 

Related posts

સાણંદ પીઆઇનો ઉંદરને પકડી બીલાડીને બચાવવાનો ખેલ,, જાણો શું છે આખો ખેલ

Admin

પૂજાબેન પટેલ પાંચ હજારની લાંચ લેતાં ઝડપાયા

Admin

સાણંદના માધવનગરમાં દારૂના અડ્ડાનો સ્થાનિકે વીડિયો બનાવી કર્યો વાયરલ,પોલીસ હજી SPના આદેશની રાહ જોઇ રહી છે

Admin

Leave a Comment