ગુજરાતથી મુંબઈ જતી જયપુર એક્સપ્રેસમાં અંધાધુંધ ગોળીબાર,4 ના મોત
ગુજરાતથી મુંબઈ જઈ રહેલી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં આરપીએફના કોન્સ્ટેબલ દ્વારા અંધાધુધ ફાયરિંગ કરવામાં આવી છે. ચાલતી ટ્રેનના બી-5 કોચમાં ફાયરિંગ થતા આરપીએફના ASI ટિકરામ સહિત ચારના મૃત્યુ થયા છે. મૃત્યુ પામનારામાં ત્રણ મુસાફરનો પણ સમાવેશ થાય છે.
આરપીએફના બે જવાન વચ્ચે ઝઘડો થયો અને એક જવાને ફાયરિંગ કરતા બની ઘટના.. ફાયરિંગ કરનાર આરપીએફના જવાન ચેતનની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ નજીક આ ઘટના બની છે.
આશરે સવારે 4 વાગ્યા આસપાસ આ ઘટના બની છે. હાલ ટ્રેન મુંબઇ પહોંચી ચુકી છે જ્યાં GRP મુંબઇ પોલીસના જવાનોએ ફાયરિંગ કરનાર ચેતન ની ધરપકડ કરી લીધી છેમ