Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમગામની વાત

વિડીયો ગેમ રમવાની લત 12 વર્ષના જયનેશને મોત સુધી લઈ ગઈ, વલસાડનો કિસ્સો..

 

  • સોમવારથી વિદ્યાર્થી શાળાએ જવાનું છોડીને ઓનલાઇન મોબાઈલ ગેમની લતે ચઢી ગયો હતો.
  • માતાએ તેમના દીકરાને જબરજસ્તી શાળાએ જવાનું જણાવતા વિદ્યાર્થીને મનદુઃખ થતા ત્રીજા મળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી

 

વલસાડ શહેર નજીક આવેલા શેઠિયા નગરના ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહીને અભ્યાસ કરતા અને અબ્રામા BAPS સ્કૂલ ખાતે ધો.9માં અભ્યાસ કરતો હતો. ગત સોમવારથી વિદ્યાર્થી શાળાએ જવાનું છોડીને ઓનલાઇન મોબાઈલ  ગેમની લતે ચઢી ગયો હતો. માતાએ તેમના દીકરાને જબરજસ્તી શાળાએ જવાનું જણાવતા વિદ્યાર્થીને મનદુઃખ થતા ત્રીજા મળેથી વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હતી. 108 મારફતે નજીકની હોસ્પિતલમાં ખસેયો હતો જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. મોત….

 

ચોકાવનારી વિગતો એવી છેે કે વલસાડ શહેરને અડીને આવેલા શેઠિયા નગરમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં માતા સાથે રહેતો રહેતો જયનેશ ભીખુભાઇ સુનેકર BAPS શાળામાં ધો.9માં અભ્યાસ કરતો હતો.

શાળાએ જવાનું છોડીને ઓનલાઇન મોબાઈલ  ગેમની લતે ચઢી ગયો હતો

જયનેશને  ગેમ રમવાની લત લાગી ગઈ ગત. તાજેતરમાં વલસાડ શહેરમાં પુરની સ્થિતિ સર્જાઈ હતો ત્યારે 7 દિવસ શાળાઓ બંધ રહી હતી. તે સમય દરમ્યાન સૌથી વધુ સમય મોબાઈલમાં ફી ફાયર ગેમ રામવામાં કાઢતો હતો. સોમવારથી શાળાઓ ઓફલાઇન શરૂ થઈ હતી. ત્યારથી કોઈને કોઈ બહાને શાળાએ જવાનું ટાળી દેતો હતો. આજે વહેલી સવારે જયનેશ શાળાએ જવાની આનાકાની કરવા લાગ્યો હતો.

ફી ફાયર ગેમ રમવામાં જમતો પણ ન હતો

તેની માતાએ જયનેશને કડક શબ્દોમાં શાળાએ જવાની સૂચના આપવા જયનેશને મનદુઃખ થતા ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી.


ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો અને અગ્રણીઓ મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 108ની ટીમને થતા  તાત્કાલિક ઘટના સ્થળે આવી ઇજાગ્રસ્ત જયનેશને પ્રથમીક સારવાર આપીને હોસ્પિટલ સુધી શ્વાસ ચાલુ રાખવી પહોંચાડ્યો હતો. જયનેશને નજીકની  કસ્તુરબા  હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ચૂક્યું હતું

Related posts

સૌરાષ્ટ્રમાં જ સીંગતેલ મોંઘુ, પામતેલના ભાવ ઘટ્યા

Admin

ઉત્તર પ્રદેશમાં લગ્નના જમણવારમાં ગરમ પૂરી માટે થઈ હત્યા

Admin

પૂજાબેન પટેલ પાંચ હજારની લાંચ લેતાં ઝડપાયા

Admin

Leave a Comment