Nation 1 News
ગામની વાતટેકનોલોજીશિક્ષણ

લેપટોપ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા લેપટોપ માટે 1.50 લાખની સહાય

Story By-Dharmistha Parmar(Editor In Chief) 

રાજ્ય સરકારે ગરીબોને ઘટાડવા અને શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂ કરે છે. હવે અમે તમને Laptop Sahay Yojana Gujarat સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

લેપટોપ સહાય યોજના 2022

લેપટોપ સહાય યોજના 2022- હાઇલાઇટ્સ

લેપટોપ સહાય યોજનાનો હેતુ

લેપટોપ સહાય યોજનાની વિશેષતા

લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ

લેપટોપ સહાય યોજના માટે જરૂરી  ડોક્યુમેન્ટ

લેપટોપ સહાય યોજના કઈ રીતે ચુકવવાની રહેશે?

લેપટોપ / કોમ્પ્યુટર સહાય યોજના શરતો અને પાત્રતા

લેપટોપ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

મહત્વપૂર્ણ લિંક

લેપટોપ સહાય યોજના 2022

આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ દિવસોમાં લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.

લેપટોપ સહાય યોજના 2022- હાઇલાઇટ્સ

યોજનાનું નામલેપટોપ / કોમ્પ્યુટર મશીન સહાય યોજનાઆર્ટિકલની ભાષાગુજરાતીયોજનાનો ઉદ્દેશ
અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપ
સહાય યોજના દ્વારા આર્થિક મદદરૂપ થવાના
હેતુથી લોન સહાયલાભાર્થીઅનુસુચિત જનજાતિના નાગરિકોઅરજી કરવાનો પ્રકારઓનલાઈન અરજી કરોલોનની રકમકોમ્પ્યુટર/લેપટોપના
મશીનની ખરીદી માટે 1,50,000/-લોન પર વ્યાજદર4% વ્યાજદરસત્તાવાર વેબસાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

લેપટોપ સહાય યોજનાનો હેતુ

આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.

લેપટોપ સહાય યોજનાની વિશેષતા

આ યોજનામાં સરકાર દ્વારા 4%ના વ્યાજ સાથે લોન આપવામાં આવશે.

તમારે લોનની રકમ 20 માસિક હપ્તામાં ચૂકવવી પડશે.

જો તમે સમયસર હપ્તો ચૂકવ્યો નથી, તો તમને તમારા વ્યાજ પર 2.5 ટકા વ્યાજ દંડ મળશે.

ગુજરાત રાજ્ય SC વિદ્યાર્થીઓને નવું લેપટોપ ખરીદવા માટે નાણાકીય સહાય

લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ

અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.

અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.

અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.

લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.

કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.

લેપટોપ સહાય યોજના માટે જરૂરી  ડોક્યુમેન્ટ

આધાર કાર્ડની નકલ

અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત) *

અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો) *

જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *

જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *

ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર

જામીનદાર-૧ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

જામીનદાર-૨ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામુ

રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

લેપટોપ સહાય યોજના કઈ રીતે ચુકવવાની રહેશે?

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe  ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.

અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.

અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

લેપટોપ / કોમ્પ્યુટર સહાય યોજના શરતો અને પાત્રતા

લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.

(લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)

લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.

લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)

લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.

અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.

ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.

કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.

વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.

અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે

અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.

લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.

અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

Read Also:-   બ્યૂટી પાર્લર કીટ સહાય યોજના 2022: બ્યૂટી પાર્લરના સાધનો મળશે ફ્રી માં ઓનલાઇન અરજી કરો @esamajkalyan.gujarat.gov.in

લેપટોપ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

Step 1: પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ ખોલો.

Step 2: જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.

Step 3: હવે તે બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.

Step 4: જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.

Step 5: તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.

Step 6: લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.

Step 7: Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.

Step 8: હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.

Step 9: લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.

Step 10: જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.

Step 11: તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.

Step 12: તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.

Step 13: સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

આદિજાતિ નિગમ ગુજરાત
સત્તાવાર વેબસાઇટhttps://adijatinigam.gujarat.gov.in/લોન માટે સીધી અરજી

Related posts

મોદીએ કહ્યું કચ્છના ભુકંપ પછી અમે પહેલી દીવાળી ઉજવી ન હતી

Admin

સૌરાષ્ટ્રમાં જ સીંગતેલ મોંઘુ, પામતેલના ભાવ ઘટ્યા

Admin

વિડીયો ગેમ રમવાની લત 12 વર્ષના જયનેશને મોત સુધી લઈ ગઈ, વલસાડનો કિસ્સો..

Dharmistha Parmar

Leave a Comment