Nation 1 News
દેશ-વિદેશલોકસભા ચૂંટણી 2024

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના આ ઉમેદવારની છે વાહ વાહ, જાણો કોણ છે આ ઉમેદવાર

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના આ ઉમેદવારની છે વાહ વાહ, જાણો કોણ છે આ ઉમેદવાર

  • નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત
  • રશિયામાં પણ અનેક લોકોનો  ઉત્સાહ
  • સેવા એ જ પરમો ધર્મના મંત્રને છે વરેલા
  • આ યુવા ઉમેદવારની બોલ બાલા ચારે તરફ
  • જંગી જીતથી જીતાડવા સ્થાનિકોએ બનાવ્યું મન

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના એક ઉમેદવારની વાહ વાહ થઇ રહી છે…તમને માન્યામાં નહી આવે પણ આ ઉમેદવારને લઇ અમદાવાદમાં તો જબરદસ્ત ઉત્સાહ છે જ પણ રશિયામાં પણ અનેક લોકોનો  ઉત્સાહ સમાતો નથી..અમદાવાદની પુર્વ વિસ્તારની નરોડા બેઠકના આ યુવા ઉમેદવારની બોલ બાલા ચારે તરફ છવાયેલી છે…સેવા એ જ પરમો ધર્મને વરેલા અને ગળથુંથીમાં જ જેમને સેવાના પાઠ ભણવા મળ્યા છે…તેવા નરોડા બેઠકના ડો.પાયલ કુકરાણીને  જંગી જીતથી જીતાડવા નરોડાવાસીઓએ મન બનાવી લીધું છે. તમને જણાવી દઇએ કે પાયલ કુકરાણીએ ડોકરેટ ડિગ્રી માટે રશિયામાં અભ્યાસ કર્યો હતો અને તે સમયે રશિયામાં તેમનું મોટું મિત્ર વર્તુળ હતું..આ સમાચાર રશિયા સ્થિત તેમના મિત્ર ગુપ્રને જાણ થતાં છેક રશિયા સુધી તેમની વાહ વાહ થઇ રહી છે.

નરોડા વિધાનસભા બેઠક પરથી યુવા અને શિક્ષિત મહિલા

ઉમેદવાર તરીકે સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટરના પુત્રી ડો. પાયલ કુકરાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 30 વર્ષીય પાયલ કુકરાણી સાથે નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, તેને હું આગળ ધપાવીશ અને ડોક્ટર અને નેતાનો એક જ રોલ હોય છે. સમાજની સેવા કરવાનો અને તેનો મને મોકો આપવામાં આવ્યો છે તેના પર હું ખરી ઉતરીશ.

મારુ નરોડા, વિકાશશીલ નરોડા એ મુખ્ય મદ્દો

ડો. પાયલ કુકરાણી જણાવ્યું હતું કે, નરોડા વિધાનસભા માટે ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ ત્યારે મને ખૂબ જ ખુશી થઈ છે. મારો મુખ્ય મુદ્દો વિકાસનો રહેશે. વિસ્તારમાં જ્યાં પણ વિકાસ બાકી રહી ગયો છે, ત્યાં અમે કરીશું અને વિસ્તારને વિકાસની તરફ આગળ વધારીશું. પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેના ઉપર હું ખરી ઉતરી અને નિષ્ઠાપૂર્વક કામ કરીશ.

આ એક મોટી જવાબદારી છે અને હું તેને ખૂબ જ સારી રીતે આગળ વધારીશ

એક યુવા અને શિક્ષિત મહિલાને ત્યારે ઉમેદવાર તરીકે મામલે તેઓએ જણાવ્યું હતું કે, ઉમેદવારે તરીકે જ્યારે મારી ઉપર ભરોસો મૂક્યો છે, તેને હું નિભાવીશ. એક ડોક્ટર તરીકે પણ લોકોની સેવા કરવાની હોય છે અને એક નેતા તરીકે પણ લોકોની સેવા કરવાની હોય છે, જેથી હું આ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીશ. મારો પરિવાર વર્ષોથી ભાજપ અને સંઘ સાથે જોડાયેલો છે. મારા માતા કોર્પોરેટર છે અને જેટલી પણ ચૂંટણી આવી તે મેં જોયેલી છે. મેં તમામ ચૂંટણીઓ અને રેલીઓ જોઈ છે, જેથી મારા માટે આ નવી વાત નથી. પરંતુ આ એક મોટી જવાબદારી છે અને હું તેને ખૂબ જ સારી રીતે આગળ વધારીશ.

ઊંઘ થાક બધું જ ભૂલી હું લોકોની સેવા કરીશ

નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથેની વાતમાં ડો. પાયલ કુકરાણીએ કહ્યું કે જનતાના જેટલા પણ પ્રશ્નો બાકી રહી ગયા છે અને વિકાસ કરવાનો છે તે હું કરીશ. ડોક્ટર અને એક નેતા એ બંને સરખી જ બાબત છે ડોક્ટરના વ્યવસાયમાં પણ ઊંઘ થાક બધું જ ભૂલી અને લોકોની સેવા કરવાની હોય છે. જ્યારે નેતામાં પણ બધું જ ભૂલીને અને સમાજની સમસ્યાઓ અને પ્રશ્નો રહ્યા છે તેને દૂર કરવાના હોય છે. મારી માતાના કરેલા કામો અને સંઘ તેમજ ભાજપ પરિવાર સાથે જોડાયેલા છીએ, જેથી તેનો અનુભવ મને ખૂબ જ આગળ કામ આવશે.

પિતા નરોડા વોર્ડના મહામંત્રી અને માતા સૈજપુર બોધાના કોર્પોરેટર
ડો. પાયલ કુકરાણીના પિતા વર્ષોથી ભાજપ સાથે અને સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે. પિતા મનોજભાઈ નરોડા વોર્ડમાં મહામંત્રીથી લઈ અને અન્ય મુદ્દાઓ પર તેઓ રહી ચૂકેલા છે. તેમના પરિવારમાં માતા રેશ્માબેન કુકરાણી સૈજપુર બોધા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે. પરિવારમાં એક ભાઈ અને બહેન છે.

Related posts

અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ નીચે કોર્પોરેટરના પતિનું ગેરકાયદે દબાણ

Admin

તણખલાને ઘગઘગતો લાવા બનાવ્યો !  રૂપાલાનો વિવાદીત વિડીયો વાયરલ કરનાર આખરે કોણ?

Admin

વટવામાં ચાલતા દારૂના અડ્ડા ઉપર SMCની બાજ નજર… SMC પાસે પહોંચે છે તમામ માહિતી

Admin

Leave a Comment