Nation 1 News
BREAKING NEWS
સ્પોર્ટ્સ

હાર્દિકની કેપ્ટન તરીકે પ્રથમ સીરિઝ જીત પર નજર રહેશે, યુવા ખેલાડીઓએ બતાવ્યો દમ

Story By:Dharmistha Parmar(Editor In Chief) 

મંગળવારે આયરલેન્ડ સામેની બીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતને ઉમરાન મલિક જેવા યુવા ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. વરસાદના કારણે પ્રથમ મેચ 12-12 ઓવરની કરવામાં આવી હતી. આવતીકાલે પણ હવામાન ખરાબ રહેવાની આશંકા છે, જેની અસર આ મેચ પર પણ પડી શકે છે. ઈજાના કારણે ઋતુરાજ ગાયકવાડ રવિવારે બેટિંગ કરી શક્યો ન હતો અને જો તે સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો ટીમમાં પણ આ જ ફેરફાર થશે.

ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં મજબૂત ટીમ મેદાનમાં ઉતરવાની છે

આવતા મહિને ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં મજબૂત ટીમ મેદાનમાં ઉતરવાની છે. તેથી, આયર્લેન્ડ સામેની આ મેચ યુવા ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા બતાવવાની તક છે. ઝડપી બોલર ઉમરાન ચોક્કસપણે આ તકનો લાભ ઉઠાવવા માંગશે. રવિવારની મેચમાં એક ઓવર મોંઘી રહી તેના આધારે તેનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. તે ઇનિંગ્સની છઠ્ઠી ઓવર હતી અને હેરી ટેક્ટરે ઉમરાનની ગતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

ઉમરાનની પર નજર રાખવામાં આવશે

કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલા જ કહી ચુક્યા છે કે ઉમરાન જૂના બોલ કરતા વધુ સારી બોલિંગ કરે છે. તેથી તેને પાવરપ્લે બાદ તક આપવામાં આવી હતી. ભુવનેશ્વર કુમારે બંને બાજુથી બોલને સ્વિંગ કરાવવાની પોતાની કુશળતાથી આઇરિશ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. અવેશ ખાન ડેથ ઓવરમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો ન હતો અને તે તેમાં સુધારો કરવા માંગે છે.

આઇરિશ બોલરોએ સારી બોલિંગ કરવાની જરૂર છે

આયરલેન્ડના બેટ્સમેનોએ નિરાશ નથી કર્યા પરંતુ તેમના બોલરોએ વધુ સારું પ્રદર્શન કરવું પડશે. આયરલેન્ડ જેવી ટીમને ઘણી વાર ભારત જેવી ટીમ સામે રમવાની તક મળતી નથી અને તેઓ ચોક્કસપણે આ તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે.

Related posts

સોફ્ટ ટેનિસ ક્લોઝિંગ સેરેમનીમાં પૂર્વ સાંસદ રાજુ પરમારે હાજરી આપી

Admin

પાકિસ્તાન ટીમ કાળી પટ્ટી બાંધીને ભારત સામે મેદાનમાં ઉતરશે…જાણો કારણ

Admin

શું તમે અમદાવાદના આ આર્યનને ઓળખો છો, ગોળા ફેકમાં તેણે મેળવ્યો છે બ્રોન્ઝ મેડલ

Admin

Leave a Comment