માધવપુરા વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અંગે કરાશે ગૃહ મંત્રીને રજૂઆત
માધવપુરા વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે.. પીઆઈ અને વહીવટદાર છૂટો દોર આપેલો છે. અંગે સ્થાનિક લોકો ટૂંક સમયમાં સ્થાનિક લોકો દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત કરાશે. અંગે ડીસીપીને પણ રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ ના છૂટકે ગૃહ મંત્રીને રજૂઆત કરવાની ફરજ પડી છે.
પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે
ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને માધવપુરાના પી.આઈને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે
માધવપુરા પોલીસનું દર મહિને લાખો રૂપિયા ભરણ
માધવપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. માધવપુરા પોલીસ આ માટે દર મહિને લાખો રૂપિયા ભરણ પણ લે છે.. જેથી માધવપુરા પોલીસ આ લોકો સામે કોઈ જ પગલાં લેતી નથી. જેને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.