ખોખરાના પીઆઇ લાજવાના બદલે ગાજ્યા, મારા વિસ્તારમાં એક પણ દારૂનો અડ્ડો ચાલતો નથી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોવા અંગે ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલને નેશન ફર્સ્ટ ન્યુઝ દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે મારા વિસ્તારમાં એક પણ દારૂનો અડ્ડો ચાલતો નથી..
ગુજરાતના કોઈ વિસ્તારમાં કોઈ સ્થળે દેશી કે વિદેશી દારૂનો અડ્ડો ચાલતો ન હોવાની વાત માન્યામાં આવે તેમ નથી. ચલો બધું ભૂલીને તેમની એ વાત માની પણ લઈએ પરંતુ અહીં ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલના ધ્યાન પર એક વાત મૂકવી ખૂબ જ જરૂરી છે કે સાહેબ તમે જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો છો.. એ પોલીસ સ્ટેશન વર્ષો પહેલા દારૂ જુગારના અડ્ડાઓ અને ગુનેગારી વધી ગઈ હતી તે માટે જ બનાવવામાં આવ્યું હતું.. આપના ધ્યાન પર એ વાત પણ મૂકવી ખૂબ જ જરૂરી છે કે ખોખરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર પહેલા અમરાઈવાડી વિસ્તારમાં આવતો હતો પરંતુ ખોખરામાં દારૂ અને જુગારની બધી એટલી હદે વધી ગઈ હતી કે ત્યાં નવું પોલીસ સ્ટેશન ઊભું કરવાની સ્થિતિ નિર્માણ થઈ હતી.. અને તે માટે જ ખોખરા પોલીસ સ્ટેશન નું નિર્માણ કરવામાં આવ્યું હતું..
હવે વાત અહીં રહે છે કે આપના વિસ્તારમાં આપ જે રીતે કહો છો તેમ દારૂના એક પણ અડ્ડા ચાલતા નથી.. તો તે વાતમાં સત્યતા એટલી જ છે.. જે રીતે એક જૂની કહેવત છે કે જો પોલીસ ચાહે તો કંઈ પણ કરી શકે છે અને જો ના ચાહે તો એક નાના બાળકના હાથમાંથી રમકડું પણ ના છીનવી શકે..