અમદાવાદની મહિલા પોલીસ કર્મીઓની એક ટીમે સૌથી મોટા નકશલીસ્ટ રાજ્ય ગણાતા છત્તીસગઢમાં 15 દિવસથી ધામા નાખેલા છે..આ મહિલા પોલીસ કર્મીઓ આગામી 9 ઓગસ્ટ સુધી છત્તીસગઢમાં જ રોકાવાના છે.. આ મહિલા પોલીસ કર્મી ઓ કોઈ ગુનેગારને પકડવા કે કોઈ તપાસ માટે નહીં તું પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત મહિલા પોલીસની ટીમ અન્ય રાજ્યની કાર્યપ્રણાલીને જાણી શકે તે માટે છત્તીસગઢમાં રોકાયેલી છે..એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ ના 15 મહિલા પોલીસ કર્મીઓ છત્તીસગઢ રાજ્યની મુલાકાતે છે
મહિલા હેડ કોન્સ્ટેબલ શકુંતલા પરિહાર છે ટીમ લીડર
અમદાવાદ પોલીસની મહિલા ટીમ છત્તીસગઢ રાજ્યની હાલમાં મુલાકાતે છે અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વાઈઝ એક ટીમ બનાવવામાં આવી છે આ 15 મહિલા પોલીસ કર્મીઓની ટીમ હાલમાં છત્તીસગઢ રાજ્યની સાંસ્કૃતિક તેમજ પુરાતત્વ સ્થળ જેવા સ્થળોની મુલાકાત લઈ રહી છે.. અમદાવાદ પોલીસના મહિલા હેડ કોન્સ્ટેબલ શકુંતલા પરિહારની આગેવાનીમાં હાલમાં આ તમામ મહિલા પોલીસ કર્મીઓ છત્તીસગઢ રાજ્યની મુલાકાતે છે..
એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજ્યના પોલીસ કર્મીઓને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે
વિગતો એવી છે કે ગુજરાત રાજ્યની પોલીસ અન્ય રાજ્ય ની ધર્મ અને સંસ્કૃતિ ને જાણે તેમજ સમજે તે માટે અમદાવાદ પોલીસની ટીમ છત્તીસગઢ રાજ્યમાં મોકલવામાં આવી કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના અંતર્ગત જુદા જુદા રાજ્યના પોલીસ કર્મીઓને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે આ યોજના અંતર્ગત અમદાવાદ પોલીસ ની 15 મહિલા પોલીસ કર્મીઓને છત્તીસગઢ રાજ્યમાં મોકલવામાં આવી છે..
21 જુલાઈથી મહિલા પોલીસ કર્મીઓની ટીમ છત્તીસગઢમાં
અમદાવાદ પોલીસની એક ટીમ છત્તીસગઢ રાજ્યની સંસ્કૃતિને જાણે તે માટે હાલમાં છત્તીસગઢ રાજ્યમાં પ્રમાણ કરી રહી છે આ ઉપરાંત છત્તીસગઢ પોલીસ ની કાર્યપ્રણાલી તેમજ તેના લોકો ની રહેણી વગેરે વિગતો મેળવવામાં આવી રહી છે ગત 21 જુલાઈ થી મહિલા પોલીસ કર્મીઓની ટીમ છત્તીસગઢમાં છે આગામી 9 ઓગસ્ટ સુધી આ ટીમ છત્તીસગઢમાં જ રોકાશે. આ ટીમ લીડર શકુંતલા પરિહારે જણાવ્યું હતું કે હાલમાં અમે છત્તીસગઢના સરગુજા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ ઉપરાંત અહીંની પોલીસની કાર્યપ્રણાલી અને પર્યટક સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે..
અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વાઈઝ એક ટીમ બનાવવામાં આવી
અમદાવાદના દરેક પોલીસ સ્ટેશન વાઈઝ એક ટીમ બનાવવામાં આવી છે આ 15 મહિલા પોલીસ કર્મીઓની ટીમ હાલમાં છત્તીસગઢ રાજ્યની સાંસ્કૃતિક તેમજ પુરાતત્વ સ્થળ જેવા સ્થળોની મુલાકાત લઈ રહી છે.. અમદાવાદ પોલીસના મહિલાહેડ કોન્સ્ટેબલ શકુંતલા પરિહારની આગેવાનીમાં હાલમાં આ તમામ મહિલા પોલીસ કર્મીઓ છત્તીસગઢ રાજ્યની મુલાકાતે છે..