Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

ગુજરાતભરના રોહિત સમાજમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટે સર્જ્યો ઇતિહાસ,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ..

  • શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૨૭મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ વિરમગામના ખુડદમાં યોજાયો
  • સમુહ લગ્નમાં 29 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી વૃક્ષારોપણ કરતા પીએમઓ ઓફિસથી પણ લેવાઇ નોંધ
  • સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતનની મુહિમની પીએમ ઓફિસ દ્વારા લેવાઇ ખાસ નોંધ
  • સમૂહ લગ્નમાં તમામ દીકરીઓને ઘરઘંટી સહિતની દાન ભેટ આપવામાં આવી
  • 27 માં સમૂહ લગ્નમાં હાઈટેક પ્રચારથી ગુજરાત ભરના રોહિત સમાજમાં વાહવાહી

ગુજરાતભરના રોહિત સમાજમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટે ઇતિહાસ સર્જ્યો છે. સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતનની મુહિમની પીએમ ઓફિસ દ્વારા ખાસ નોંધ લેવાઇ છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણના જતન માટે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. અને પર્યાવરણના જતન માટેના કાર્યક્રમો કરતા સામાજિક સંગઠનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા 27 માં સમૂહ લગ્નમાં સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતન માટેની પહેલ કરવામાં આવતા ખૂબ વડાપ્રધાન કાર્યાલય તરફથી આ કાર્યક્રમની નોંધ લેવામાં આવી છે.

ચુંવાળ રોહિત સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ ખુડદ ગામે યોજાયો હતો. ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત રોહિત સમાજનો સમુહ લગ્નોત્સવ વિરમગામ-પનાર માર્ગ પર આવેલા ખુડદ ગામે યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં 29 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

નવયુગલોને આશીર્વાદ આપવા સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલ, ભીખાભાઈ વાઘેલા જિલ્લા પંચાયત સદસ્ય અમદાવાદ, કુંવરજી ઠાકોર રામપુરા, મેહુલ લાખાભાઈ ભરવાડ ઉપપ્રમુખ ગુજરાત યુવા ભરવાડ સમાજ સહિત રોહિત સમાજના અગ્રણીઓ અને વડીલો હાજર રહ્યા હતા.

પ્રાસંગિક સંબોધનમાં સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલે સમૂહ લગ્નોત્સવમાં આજીવન રૂ.25 હજારના દાતા તરીકેનો લાભ લીધો તેમજ વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નિર્માણ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સહિત સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને સફ્ળ બનાવ્યો હતો.

ચુંવાળ રોહિત સમાજનો 27મો સમૂહ લગ્નોત્સવ ખુડદ ગામે યોજાયો હતો. સમૂહ લગ્નમાં સમાજની દીકરીઓને 130 થી પણ વધુ દાન ભેટ આપવામાં આવી હતી. તિજોરી ઘરઘંટી સહિતની ભેટો તમામ સમાજની દીકરીઓને આપવામાં આવી હતી. 27 માં સમૂહ લગ્નમાં 15,000 થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. સમૂહ લગ્નમાં મંડપથી માંડીને તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી.

સમૂહ લગ્નમાં આવેલ સમાજના દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ સરસ જમવાનું પણ બનાવવામાં આવ્યું હતું. 27 માં સમૂહ લગ્નને સમાજના તમામ લોકોએ માણ્યો હતો. 27 માં સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે અન્ય સમાજના લોકો પણ આ સમૂહ લગ્નમાં જોડાયા હતા અને દિલથી દાનપેટ આપી હતી.

27માં સમૂહ લગ્નને સફળ બનાવવા માટે છેલ્લા છ મહિનાથી પ્રમુખ બિપિનચંદ્ર એમ સોલંકી, જેઠાભાઈ પરમાર,હરિલાલ ચૌહાણ , ચંદુભાઈ વાઘેલા,ટીનાભાઇ જયભોલે, વિનોદભાઈ ચાવડા,કિરીટભાઈ રાઠોડ, હસુભાઈ રામપુરા ,વિપુલભાઈ જીવાપુરા,હસમુખભાઈ ઝાલા,અજીતભાઈ સોલંકી તથા સમસ્ત કારોબારી રાત દિવસ મહેનત કરી હતી.

Related posts

ખોખરાના પીઆઇ લાજવાના બદલે ગાજ્યા, મારા વિસ્તારમાં એક પણ દારૂનો અડ્ડો ચાલતો નથી..

Admin

માધવપુરા વિસ્તારમાં મોડી રાત્રે દુધના મળે પણ દારૂ તો જરૂર મળે

Admin

અમદાવાદના માધવપુરા વિસ્તારમાં બુટલેગર પર પીઆઇ અને વહીવટદારના ચાર હાથ

Admin

Leave a Comment