મહાઠગ પંકજ ખત્રીને કોર્ટની લપડાક, સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન કર્યા ના મંજૂર: વેપારીઓને મળી ન્યાયની આશા
અમદાવાદના કાપડ બજારમાં અનેક વેપારીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર મહાઠગ પંકજ ખત્રીના રેગ્યુલર જામીન સેશન્સ કોર્ટે ના મંજૂર કરીને મોટો ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પંકજ ખત્રી અને તેની પાર્ટનર નીલમ સામે ગુનો નોંધાતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. છેલ્લા ચાર મહિનાથી જેલમાં બંધ પંકજ ખત્રીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જે અરજી સેશન્સ કોર્ટ ફગાવી દીધી છે.
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી પંકજ ખત્રી અને નિલમબહેને દક્ષ ટ્રેડર્સમાંથી 55 લાખનો માલ ખરીદ્યો હતો, પરંતુ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા. આ મામલે તપાસ કરતા પંકજ તેમનો પુત્ર ઉત્તમ અને નિલમે આ રીતે અન્ય લોકોને ઠગ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આ મામલે સીઆઇડી ક્રાઇમમાં તબક્કાવાર ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પંકજ અને નિલમને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી બન્નેએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સામે સીઆઇડી ક્રાઇમના અધિકારી અશ્વિન પટેલે એફિડેવિટ રજૂ કરી છે જેમાં એવી રજૂઆત કરી છે કે, આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ, કોલ્હાપુર, મુંબઇ, સહિતની જગ્યાએ 10થી વધુ ફરિયાદો નોંધાયેલી છે, સીઆઇડી ક્રાઇમમાં જ ત્રણ ફરિયાદ નોંધાઇ છે જેમાં ઠગાઇનો આંક 2 કરોડની આસપાસ પહોંચી ગયો છે, આરોપીઓએ અન્ય લોકોને પણ ઠગ્યાની આશંકા છે, આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે અને કૌભાંડનો આંકડો વધે તેવી પણ શક્યતા છે.
પંકજ ખત્રી ની જામીન અરજી અંગે આજરોજ સુનવણી દરમિયાન કોટી નોંધ્યું હતું કે આરોપી પંકજ ખત્રી અવારનવાર આ રીતે વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરીને છેતરપિંડી કરવાની ટેવ ધરાવતો છે. આરોપી પંકજ ખત્રી ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડી છે. કોટે બંને પક્ષી દલીલો સાંભળીને માઠક પંકજ ખત્રીના રેગ્યુલર જામીન નામંજૂર કર્યા હતા..