- વિડીયોમાં ઓન ડયુટી મહિલા પોલીસ કરી રહ્યા છે ધર્મને લઈ ટીપ્પણી
- શું તમને લાગે છે કે ભગવાન ભોળેનાથ એક જ મહિનામાં તમારા બધા જ પાપ ધોઈ નાખે
- શ્રાવણ મહિના પર ટિપ્પણી કરતો મહિલા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ
ગુજરાત પોલીસ માં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે વીડિયોમાં મહિલા પોલીસની શ્રાવણ મહિનાને લઈને ટિપ્પણી કરી રહ્યા છે કે શું બધા પાપ એક જ મહિનામાં ધોવાઈ જવાના છે પોલીસ વર્દીમાં મહિલા પોલીસ કર્મી ની આવી ટિપ્પણીથી ધર્મપ્રેમી જનતામાં રોશની લાગણી ફાટી નીકળી છે.
હાલમાં સોશિયલ મીડિયા ફેસબુક ઉપર ગુજરાત પોલીસ ની એક મહિલા પોલીસ કર્મીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં મહિલા પોલીસ કર્મી એવું કહે છે કે હું ડુંગળી નથી ખાતો મટન નથી ખાતો અને શું તમને લાગે છે કે ભગવાન ભોળેનાથ એક જ મહિનામાં તમારા બધા જ પાપ ધોઈ નાખે.
પોલીસની વર્ધી પહેરી પોલીસ સ્ટેશનમાં જ આ મહિલા વિડિયો બનાવ્યો હોવાનું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે મહિલા પોલીસ કર્મીના આવા નિવેદનથી ધર્મપ્રેમી જનતામાં ભારે રોજ ફેલાયો છે અને માત્ર હિન્દુ ધર્મને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે તે પણ ધર્મપ્રેમી જનતામાં ચર્ચા રહ્યું છે