Nation 1 News
ઉધોગ જગતગામની વાત

સૌરાષ્ટ્રમાં જ સીંગતેલ મોંઘુ, પામતેલના ભાવ ઘટ્યા

મગફળીના ઉત્પાદનના હબ ગણાતા સૌરાષ્ટ્રમાં જ ફરી સીંગતેલના ભાવમાં ઉછાળો આવતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. ભાવ વધારાને પગલે રાજકોટમાં સીંગતેલનો ભાવ રૂપિયા રૂ.2750થી 2800ની સપાટી વટાવી ગયો છે. જ્યારે પામતેલમાં રૂપિયા 40 ઘટયા હોવાનું સામે આવ્યું છે.

દિવાળીમાં 2350માં મળતા સીંગતેલનો ડબ્બો આજે 2800ની પાર 

મહત્વનું છે કે દિવાળી દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. સિંગતેલના ડબાના ભાવ 2270 થી 2350 સુધી પહોંચ્યા હતા. જ્યારે કપાસિયા તેલના ડબાનો ભાવ 2070 થી 2150 રૂપિયા થઈ ગયો હતો. ત્યારબાદ અવારનવાર ભાવ વધારાના ડામ દેવામાં આવ્યા હતા. જેમાં થોડા સમય અગાઉ મામૂલી ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો આ ભાવવધારાને લઈને છેલ્લા 6 મહિનામાં સીંગ તેલ રૂ.2750થી 2800ની પાર પહોંચી ગયું છે. જેથી ટૂંકા ગાળામાં ખાદ્ય તેલના ડબ્બા દીઠ રૂપીયા 500 જેટલો વધારો ઝીંકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર

દેશમાં તેલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારની માર્કેટ કેપ નિર્ભર પર રહે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધારા માટે સૌથી મોટું જવાબદાર ચીન છે. ચીન મોંઢે માંગેલી કોઈ પણ કિંમતે તેલ ખરીદવા તૈયાર છે તેના કારણે ભાવમાં વધારો થવાનું તારણ આપવામાં આવે છે. વિદેશમાં સિંગદાણાની ડિમાન્ડ વધતા ભાવમાં વધારો થઈ રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો પણ સમયે સમયે થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વારંવાર થતાં ખાદ્યતેલના ભાવવધારાને લઈને લોકોના બજેટ પર અસર થઈ રહી છે.

Related posts

વટવા વિસ્તારમાં અડધી રાત્રે દૂધ ના મળે પણ દારૂ જરૂર મળે !

Admin

ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા

Admin

મોદીએ કહ્યું કચ્છના ભુકંપ પછી અમે પહેલી દીવાળી ઉજવી ન હતી

Admin

Leave a Comment