Nation 1 News
BREAKING NEWS
ટેકનોલોજી

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ 6 જૂનના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ.એસ.સી.) અને સંસ્કૃત પ્રથમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા:-06જૂન 2022ને સોમવારના રોજ સવારના 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. ધોરણ 12 સામન્ય પ્રવાહની સાથે સાથે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ 6 જૂનના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે.

 

વિદ્યાર્થીઓના ગુણપત્રક અને શાળાની S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2022ને પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના આપવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિતોએ નોંધ લેવી.

ધોરણ 12 સાયન્સ નું પરિણામ આ પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે હવે ધોરણ 12 સામન્ય અને ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે.

Related posts

આઇફોનનો ગજબ દિવાનો છે આ અમદાવાદી,ગઇ વખતે 17 કલાક લાઇનમાં ઉભો રહ્યો, આ વખતે iPhone 16ના લોન્ચીંગમાં 21 કલાકથી લાઇનમાં છે ઉભો

Admin

ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં CBIના દરોડા

Admin

લેપટોપ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા લેપટોપ માટે 1.50 લાખની સહાય

Dharmistha Parmar

Leave a Comment