અમદાવાદના વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટમાંથી પકડાયેલ ડ્રગ્સના રેકેટ અંગે મસમોટો ખુલાસા થયા છે. જેમાં મુખ્ય આરોપી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર હોવાનો ખુલાસો થયો છે. તેણે અમદાવાદના સૌથી મોટી કંપની એમેઝોનની આંખો આંજીને પોશ વિસ્તાર અને અન્ય વિસ્તાઓમાં કુલ 13 કરોડનો ઓનલાઈન બિઝનેશ કર્યો હતો.
શોર્ટકટથી કરોડપતિ થવા રાજુલાથી અમદાવાદ આવ્યો હતો
આરોપી શોર્ટકટથી કરોડપતિ થવા રાજુલાથી અમદાવાદ આવ્યો હતો. તેણે ઓનલાઈન નકલી ઘીનો બિઝનેશ શરૂ કર્યો હતો, તેમાં સફળ થયા બાદ રમકડા, ફર્નિચરની આડમાં ઓનલાઈન ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું.શહેરના વસ્ત્રાપુરના સંસર્ય એપાર્ટમેન્ટમાંથી પોલીસે 7 જુને દરોડા પાડી બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપી પાસેથી 19.85 ગ્રામ એમડી ડ્રગ્સ, 60.53 ગ્રામ અફીણ, 321 ગ્રામ ચરસ અને ત્રણ કિલો ગાંજો મળીને કુલ 8.28 લાખનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું.
આ બે આરોપી આકાશ વિંઝાવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર છે. શરૂઆતમાં તેણે રેસ્ટોરાં શરૂ કર્યું હતું જે સફળ ન થતા તેને ઓનલાઈન નકલી ઘી વેચવાનું શરૂ કર્યું હતું.
ઓછા સમયમાં વધુ કમાણી થતી હોવાથી ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું
આ દરમ્યાન મહારાષ્ટ્ર અને રાજસ્થાનના પેડલરના સંપર્કમાં આવ્યો હતો. જેમાં ઓછા સમયમાં વધુ કમાણી થતી હોવાથી ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું હતું. ત્યારે ડ્રગ્સ એડિક્ટેડને પણ ઘર બેઠા સુરક્ષિત ડ્રગ્સ મળતું હોવાથી ગમે તેટલા રૂપિયા આપવા તૈયાર થતા હતા.