Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરીબ્રેકીંગ ન્યૂઝ

સુરત CP અજય તોમરની પોલીસ કાફલા સાથે મોર્નિંગ વોક, 50થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોર્નિંગ વોકમાં જોડાયા

સુરત :- પોલીસ કમિશ્નર અજય તોમર ની પોલીસ કાફલા સાથે મોર્નિંગ વોક

લોકો સાથે સીધો સંપર્ક સાધવા મોર્નિંગ વોક

50 થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ મોર્નિંગ વોક માં જોડાયા

સુરત શહેર ના DCP,ACP, PI સહિત પોલીસ કર્મીઓ દોડ માં જોડાયા

પોલીસ કમિશ્નરે વોકિંગ પર નીકળેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો

પોલીસ કમિશનર અજય તોમરે મોર્નિંગ વોકમાં નીકળીને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો મોર્નિંગ વોક દરમિયાન અજય તોમરે સીનીયર સીટીઝન નાના બાળકો અને મહિલાઓ સાથે તેમની સમસ્યાઓ લઇને વાતચીત કરી હતી આ ઉપરાંત સુરતમાં ગુનાખોરી કઈ રીતે રોકી શકાય તેને લઈને પણ મોર્નિંગ વોકમાં હાજર અન્ય પોલીસ કર્મીઓએ પણ લોકો સાથે વાતચીત કરી હતી અને લોકોને ચોર અને લૂંટારૂઓ થી કઈ રીતે બચવું જોઇએ તે અંગે પણ પોલીસ કર્મીઓએ ચર્ચા કરી હતી નોંધનીય છે કે ગ્રીસમાં હત્યા કેસ બાદ સુરતમાં લૂંટ અને ચોરીના ગુનાઓમાં અચાનક ઉછાળો આવી ગયો છે ઉપરાંત હત્યા અને બળાત્કાર જેવા ગુનાઓ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કમિશનર અજય તોમરે કરેલી મોર્નિંગ વોક કેટલી લેખે લાગે છે

Related posts

મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ અને માર્ગદર્શન માટે G20 અંતર્ગત સેમિનાર યોજાયો

Dharmistha Parmar

કડીમાં અડધી રાતે દૂધ ન મળે પણ દારૂ તો જરૂર મળે…

Admin

એરપોર્ટ વિસ્તારમાં પીઆઈ અને વહીવટદારના બુટલેગરો પર ચાર હાથ

Admin

Leave a Comment