- સમાજની દીકરીની પહેલથી સીંધી સમાજ ગદગદીત થયો
- પહેલા તમામ મંદિરો ઉપવાસની અલગ ઉજવણી કરતા હતા
- ધારાસભ્ય પાયલ કુકરાણીએ સમાજને એક તાંતણે બાંધ્યો
- આગામી વર્ષોમાં ગુજરાતભરમાં એક સાથે ઉજવણીનું આયોજન
- સમાજ એક સાથે આગળ આવે તેને લઇ અનોખો પ્રયાસ
અમદાવાદમાં સરદારનગર થી ઈન્દિરા બ્રિજ છઠ્ઠપૂજા ઘાટ ખાતે સિંધી સમાજના પવિત્ર ચાલીયા ઉપવાસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નરોડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય ડૉ.પાયલબેન કુકરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચાલીયા સાહેબ ઉપવાસ ઉજવણીની આ વર્ષે ખાસ વાત એ રહી હતી કે સરદારનગર અને કુબેરનગરના બધા જ મંદિરોએ એક સાથે ચાલિયા સાહેબના ઉપવાસની ઉજવણી કરી હતી.રાજાવીર સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢી છઠ્ઠ ઘાટ ખાતે પુર્ણાહુતી કરાઇ હતી
ભારત દેશમાં વસતા તમામ સિંધી સમાજના લોકો ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી આ ચાલિયા મહોત્સવ મનાવવામાં આવે છે.. દર વર્ષેની જેમ આ વર્ષે પણ સિંધી સમાજના લોકો દ્વારા શહેરમાં આવેલા ઇન્દિરા બ્રિજ પાસે છઠ્ઠ ઘાટ પર તમામ સિંધી બંધુઓ હજારોની સંખ્યામાં ભેગા થયા હતા.. સિંધી સમાજના તમામ લોકોએ તેમના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના 40 દિવસના ઉપવાસ બાદ આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉપવાસના ૪૦ દિવસ સિંધી સમાજના લોકો એક મટકી શણગાર કરીને તેમાં લોટનો દીવો મૂકી અને તેને 40 દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં રાખી શ્રદ્ધાપૂર્વક પૂજાપાઠ કરે છે.. અને છેલ્લા દિવસે દીવા સાથે શણગારેલી મટકી લઇ નાચગાન સાથે વિશાળ સરઘસ કાઢી મટકીને નદીમાં પધરાવવા આવે છે.. આ ચાલીયા મહોત્સવ 40 દિવસ સમાજની મહિલાઓ અને પુરુષો ખૂબ જ આસ્થાથી ઉજવણી કરે છે.. સિંધી સમાજના આ ચાલિયા મહોત્સવમાં સમાજના આગેવાનો, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને નેતા થતાં ધારાસભ્યો ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે જોડાયા હતા..
સિંધી સમાજના આ ધાર્મિક પ્રસંગે સમાજની દીકરી અને ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીએ સમાજ અને જનતાને ખાસ સંબોધન કરતા કહ્યુ હતું કે પહેલા આ ઉજવણી સરદારનગર અને કુબેરનગરના તમામ મંદિરો અલગ અલગ કરતા હતા. આ વર્ષે પ્રથમ વખત તમામ મંદિરો એક સાથે ઉજવણી કરી રહ્યા છે. તે ખુબ જ મોટી વાત છે આગામી દિવસોમાં ગુજરાત જ નહી દેશભરના સીંધી ચાલીહા સાહેબના ઉપવાસની ઉજવણી એક સાથે કરે તેવું આયોજન અમે કરવાના છીએ.