નરોડા વિસ્તારમાં ગુનાખોરી વધતા ધારાસભ્ય પાયલ કુકરાણીએશશહેર પોલીસ કમિશનર સાથે કરી મુલાકાત..
નરોડા પાટિયા ખાતે ગુનાખોરી વધતા પોલીસ કમિશનરને રજૂઆત
નરોડા વિસ્તારમાં જ્યાં ગુનાખોરી વધુ છે તેવા સ્પોર્ટ પર સતત પેટ્રોલિંગ કરવા રજૂઆત
દારૂ જુગાર અને ડ્રગ્સ જેવી બદીઓને ડામવા માટે કરી રજૂઆત
ગુનેગારોને રોજગારી આપી ઉજવળ ભવિષ્ય જીવે તે માટે પણ રોજગારીની બાહેધરી ધારાસભ્યએ આપી
અમદાવાદના નરોડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીની પ્રમાણ વધતું જઈ રહ્યું છે. જેને લઈને નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.માલિક સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન ધારાસભ્ય પાયલ કુકરાણી પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી કે નરોડા પાટિયા વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે.
આ ઉપરાંત પાયલબેન કૂકરાણીએ રજૂઆત કરી હતી કે પાર્ટી અને આસપાસના વિસ્તારમાં મોટા પાયે દારૂ અને જુગારની બદી છે. અંધારું થતાની સાથે જ આ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી જતું હોય છે.
ધારાસભ્ય પાયલ કુકરાણી એ નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરોડા વિસ્તારમાં અને ખાસ કરીને પાટીયા વિસ્તારમાં છેલ્લે કેટલા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અંગે મેં પોલીસ કમિશનર જીએસ માલિક સાથે મુલાકાત કરી હતી. અગાઉ પણ પોલીસ સ્ટેશનના પીઆઇ ડીસીપી કાનન દેસાઈ સહિતના અધિકારીઓ સાથે પણ અનેકવાર મિટિંગ ઓછી ગુનાખોરીને ડામવા રજૂઆતો કરાયેલી હતી.
નોંધનીય છે કે છેલ્લે કેટલા સમયથી પાટિયાને આસપાસના વિસ્તારમાં દારૂ જુગાર અને લૂંટ જેવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. ગુનાખોરીને લઈને ધારાસભ્ય પાયલ કુકરાણીએ કમિશનરને એવી પણ રજૂઆત કરી હતી કે ગુનેગારો ગુના કરવાનું છોડી ને ધંધો રોજગાર કરવા માંગતા હોય તો આવા ગુનેગારોને રોજગારી આપવાની વાત પણ કરી હતી.