Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરીગામની વાત

અમદાવાદ ગ્રામ્યના SPએ કર્યું એવું કામ કે લોકોએ કહ્યું વાહ વાહ, પોલીસ ખરેખર પ્રજાનો સાચો મિત્ર છે..

અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ અને ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ એવું કામ કર્યું કે લોકો વાહ વાહ પોકારી ઊઠ્યા હતા અને કહ્યું હતું કે ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે. વાત જાણે એમ છે કે સાણંદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકમ યોજાયો હતો. પોતાની વસ્તુ પરત મળતા લોકોએ કહ્યું હતું કે ખરેખરમાં પોલીસ પ્રજાની સાચી મિત્ર છે.

વિગતો એવી છે કે બોપલના ગાલા જીમખાના કલબ હોલ ખાતે “તેરા તુજકો અર્પણ”કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ અને સાણંદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

રેકર્ડ ચેક કરી ફરિયાદીને શોધી તેમને કોર્ટમાં મુદ્દામાલ છોડાવાની પ્રક્રિયામાં મદદરૂપ

સાણંદ વિભાગના બોપલ,સાણંદ,સાણંદ જીઆઇડીસી,અસલાલી,કણભા,વિવેકાનંદનગર,ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરા તુજકો અભિયાન અંતર્ગત અલગ અલગ ટિમો બનાવી ક્રાઈમ રાઇટર દ્વારા મુદ્દામાલ રેકર્ડ ચેક કરી ફરિયાદીને શોધી તેમને કોર્ટમાં મુદ્દામાલ છોડાવાની પ્રક્રિયામાં મદદરૂપ બની હુકમો મેળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

70થી વધુનો મુદ્દામાલ પોલીસે પરત કર્યો 

કાર્યક્રમ દરમિયાન સોના-ચાંદીના દાગીના,મોબાઈલ,બાઇક કાર,સાયબર ક્રાઈમ ફ્રોડના ભોગ બનનારની કિંમતી મિલકત તેમજ રોકડ રકમ મળી કુલ 70,76,347/- ની કિંમતનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જી. રાઠોડ અને સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.ઝાલા સહિતના પોલીસ ઇન્સ્પેકટરોની કામગીરીને બિરદાવી હતી.

 

Related posts

ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી રાજ્યમાં દારૂ ઘુસાડનાર મુખ્ય બુટલેગરને ઝડપ્યો

Admin

અમદાવાદના ખોખરામાં ચાલતા દારૂના અડ્ડા પર  સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે તો નવાઈ નહીં

Admin

માધવપુરા વિસ્તારમાં પોલીસ દારૂના અડ્ડા ‌દીઠ લે છે આટલી રકમ…

Admin

Leave a Comment