Nation 1 News
BREAKING NEWS
દેશ-વિદેશધર્મરાજનીતિ

PFI અને તબલીગી જમાત જેવા હિંસક સંગઠનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકો: બજરંગ દળ

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તબલીગી જમાત જેવા સંગઠનો જે રીતે દેશમાં ઈસ્લામિક જેહાદી હિંસા ભડકાવી રહ્યા છે તેના પર સરકારે તાત્કાલિક પ્રતિબંધ મુકવો જોઈએ. જે સ્થળોએ હિંદુ સમુદાય લઘુમતીની સ્થિતિમાં આવી ગયો છે, ત્યાં તેની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બજરંગ દળે આજે કર્ણાવતી સહિત દેશભરના પ્રસાશનિક અધિકારીઓને રાષ્ટ્રપતિશ્રીના નામે આવેદન-પત્ર આપીને માંગણી કરી છે.

બજરંગ દળના રાષ્ટ્રીય કન્વીનર  સોહનસિંહ સોલંકીએ  જણાવ્યું હતું કે બજરંગ દળે હંમેશા હિંસક અને આતંકવાદી લોકો અને સંગઠનોના પડકારોને સ્વીકાર્યા છે. જો હિંદુ સમાજ પરના હુમલાઓ બંધ નહી થાય તો બજરંગી સારી રીતે જાણે છે કે તેનો સામનો કેવી રીતે કરવો.

બજરંગ દળે કર્ણાવતી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, સહિત કુલ 53 સ્થળો પર ધરણાં કરીને રાષ્ટ્રપતિને આપવામાં આવેલા આવેદનમાં માંગ કરવામાં આવી છે કે 3 અને 10 જૂને શુક્રવારની નમાજ બાદ મસ્જિદોમાંથી નીકળેલા હિંસક ટોળાં અને હુમલાખોરોની ઓળખ કરીને તેમની સામે રસુકા હેઠળ પગલાં લેવામાં આવે. આવતા શુક્રવાર, 17મી જૂને આ મસ્જિદો સહિત અન્ય મસ્જિદો પર પણ ચોક્કસ નજર રાખવામાં આવે. અને હિંસક ટોળાને ઉશ્કેરનારા મુલ્લાઓ અને મૌલવીઓ સહિત આગેવાનોની ઓળખ કર્યા પછી તેમના પર પણ રસુકા લગાવીને તેમની ધરપકડ કરવામાં આવે.

બજરંગ દળે મહામહિમ રાષ્ટ્રપતિ પાસે માંગણી કરે છે કે ઝેરીલા ભાષણ આપનારા તમામ લોકોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. જેમને ધમકી આપવામાં આવી રહી છે તેમને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે અને ધમકી આપનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જે મસ્જિદો અને મદરેસાઓમાંથી હિંસક ટોળાં નીકળે છે, તેમની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસ થવી જોઈએ.

મહામહિમ રાષ્ટ્રપતિને આપેલા આવેદનમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે હિંદુઓનો કોઈ પણ તહેવાર જેહાદીઓના આતંકના નિશાન બન્યા વગર રહેતો નથી, પણ આ વર્ષે 2 એપ્રિલે શ્રી રામ નવમી અને હનુમાન જયંતિના દિવસે નીકળેલા શોભાયાત્રાઓ પરનાં હુમલાઓ એ અત્યાર સુધીનાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. કટ્ટરપંથીઓએ મસ્જિદોમાંથી નીકળીને અને સરકારી સંપત્તિની સાથે હિંદુઓના ઘર, દુકાનો, વાહનો તેમજ મંદિરોને પણ છોડ્યા નથી, એટલું જ નહીં પણ કેટલાક સુરક્ષાકર્મીઓ પણ ગંભીર રીતેઇજાગ્રસ્ત થયા હતા. ઘણા લોકોને મારી નાખવાની અથવા તો “સર તન સે જુદા” જેવી ધમકીઓ પણ આપવામાં આવી છે. હિંદુ માનબિંદુઓ અને આરાધ્ય દેવોનું જાહેરમાં મજાક ઉડાવવામાં આવી, અને કહેવાતા સેક્યુલર બિરાદરીના નેતાઓ અને મુસ્લિમ સંગઠનો આ તમામ બાબતો પર મૌન રહ્યા છે જે દેશના હિતમાં નથી.

 

Related posts

અમદાવાદીઓની આંતુરતાનો અંત, આવતીકાલે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે અટલ ફુટ બ્રિજનું થશે ઇ લોકાર્પણ

Dharmistha Parmar

કાળા કાયદાના વિરોધમાં ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિને 50 ધારાસભ્યનું લેખિત સમર્થન

Admin

પાર્થને કહો હવે ઉઠાવે તલવાર,પાસપોર્ટ તૈયાર છે..

Dharmistha Parmar

Leave a Comment