Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ એક સાથે 70 બોટલ લોહી એકઠું કરી દીધું જાણો કેમ…

Story By:Dharmistha Parmar(Editor in Chief) 

લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ એક સાથે 70 બોટલ લોહી એકઠું કરી દીધું જાણો કેમ…

લોક ગાયિકા દિવ્યાબેન ચૌધરીએ મહેસાણા  જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગોગા મહારાજના મંદિરે પોતાના પુત્ર શ્લોકના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાના સહયોગથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 થી પણ વધુ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.

એક ગાયક કલાકાર તરીકે દિવ્યાબેન ચૌધરીનું આ જે કામ છે એ ખૂબ જ સરાહનીય છે અને સમાજને ખૂબ જ પ્રેરણાદાયી છે..

લોકગાયિકા દિવ્યાબેન ચૌધરીએ નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકો અમને ફોલો કરે છે અને કેટલાક એવા પણ લોકો હોય છે કે જે વસ્તુ અમે કરતા હોઈએ છીએ એ વસ્તુ તેઓ પોતાના જીવનમાં પણ ઉતારતા હોય છે.

આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મેં મારા પુત્ર ના જન્મદિવસે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે જેથી લોકો ને પણ પ્રેરણા મળી રહે.

Related posts

એવું તો શું થયું કે 46 જેટલા મોંઘાદાટ મોબાઈલના માલિકો એક સાથે પોલીસ પાસે દોડી આવ્યા, તમારા બધા કામ પડતા મૂકીને સૌ પહેલા આ સમાચાર વાંચી લેજો..

Admin

અમદાવાદના ખોખરામાં ચાલતા દારૂના અડ્ડા પર  સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે તો નવાઈ નહીં

Admin

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Admin

Leave a Comment