Nation 1 News
ધર્મ

Adhik Maas 2023 : અધિક માસનો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે

અધિક માસનો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે, જેને ‘પુરુષોત્તમ માસ’ અને ‘મલ માસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિક માસમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ હોય છે. આ વખતે અધિક માસ 18મી જુલાઈથી શરૂ થશે અને 16મી ઓગસ્ટ સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે. તેથી આ માસમાં નિયમ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. તેમના આશીર્વાદથી તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્તિ થાય છે.

અધિક માસમાં શું કરવું જોઈએ ?

  • અધિક માસ ધર્મ અને કર્મ માટે ખૂબ જ મહત્વનો મહિનો ગણાય છે. અધિક માસમાં ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે. આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ.
  • અધિક મહિનામાં શ્રીમદ્દભાગવત ગીતા, શ્રીરામ કથા, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર અને ગીતાના પુરુષોત્તમ નામના 14 માં અધ્યાયનું વાંચન કરવું જોઇએ. જો તમે આ બધુ વાંચી શકતા નથી, તો તમારે દિવસમાં 108 વખત ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ.
  • અધિક મહિનામાં જપ અને તપ ઉપરાંત વ્રત રાખવાનું પણ મહત્વ છે. જેમાં આખા મહિનામાં દિવસમાં એક જ વખત ખાવું જોઈએ, આ વ્રત કરવું આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું છે. આ મહિનામાં ભોજનમાં ઘઉં, ચોખા, જવ, મગ, તલ, વટાણા, ચોળી, કાકડી, કેળા, આમળા, દૂધ, દહીં, ઘી, કેરી, હળદર, જીરું, સુંઠ, સિંધવ મીઠું, આમલી, પાન-સોપારી, મેથી વગેરે ખાઈ શકાય છે.
  • આ માસમાં દીવા પ્રગટાવવાનો અને ધજા ચડાવવાનો મહિમા હોય છે. આ મહિનામાં દાન-દક્ષિણા કરવાથી પુણ્ય ફળ મળે છે અને દુઃખ દૂર થાય છે.
  • આ મહિનામાં, ઋણ ચુકવણીનું કાર્ય, શસ્ત્રક્રિયા, બાળકના જન્મ સંબંધિત કર્મો, ગર્ભાધારણ, ધાર્મિક વિધિઓ જેવા કર્યો કરી શકાય છે.
  • અધિક મહિનામાં મુસાફરી કરવી, ભાગીદારીના કર્યો કરવા, દાવો કરવો, ખેતરમાં બીજ વાવવા, ઝાડ રોપવું, દાન આપવું, લોકહિત કાર્ય કરવા, સેવા કાર્ય કરવા જેવા કર્યો કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી.

અધિક માસમાં શું ન કરવું જોઈએ ?

  • આ માસમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું, દારૂ જેવા માદક પીણાઓ ન પીવા જોઈએ અને માંસાહારી ખોરાક પણ ખાવો જોઈએ નહીં. માંસ, મધ, ભાત, અડદ, રાઈ, મૈસુર દાળ, મૂળો, ડુંગળી, લસણ અને વાસી રોટલી જેવો ખોરાક ખાવો જોઈએ નહીં.
  • અધિક માસમાં લગ્ન, નામકરણ, અષ્ટકાદિ શ્રાદ્ધ, તિલક, મુંડન, યજ્ઞોપવીત, ગૃહપ્રવેશ, દેવ પ્રતિષ્ઠા, સંન્યાસ લેવો, શિષ્ય દીક્ષા લેવી, યજ્ઞ જેવા શુભ અને માંગલિક કાર્યો કરવા જોઈએ નહીં.
  • આ મહિનામાં વસ્ત્રો, આભૂષણો, ઘર, દુકાન, વાહન વગેરે ખરીદવા જોઈએ નહીં, પરંતુ જો આ મહિનામાં કોઈ શુભ સમય હોય તો જ્યોતિષની સલાહ લઈ ઘરેણાંની ખરીદી કરી શકાય છે.
  • અધિક માસમાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું વગેરે દુષ્કર્મો કરવા જોઈએ નહીં.
  • આ મહિનામાં કુવા, બોરિંગ (ડાર), તળાવનું ખોદકામ જેવા કાર્યો કરવા જોઈએ નહીં.

Related posts

21 August 2023, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકો કોઈપણ અયોગ્ય કે ગેરકાયદેસર કામમાં રસ લેવાથી અપમાનજનક સ્થિતિ સર્જાઈ શકે છે

Admin

20 August 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી

Admin

ભગવાન જગન્નાથજીને શા માટે ધરાય છે માત્ર માલપૂઆનો જ પ્રસાદ ? કેવી રીતે તૈયાર થાય છે સ્વાદિષ્ટ માલપૂઆ ?

Dharmistha Parmar

Leave a Comment