Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમ

પુર્વ ધારાસભ્યના પુત્રએ કરી દાદાગીરી,ગ્રામજનોએ ચખાડયો મેથીપાક

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો નામમાત્રનો છે. રાજ્યમાંથી અવારનવાર દારૂ પકડાતો રહે છે. ત્યારે મહિસાગરમાંથી પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપમાં સામેલ થયેલા હીરાભાઈ પટેલનો પુત્ર નશાની હાલતમાં મળી આવ્યો છે.

 

મહર્ષિ પટેલ ઈનોવા કાર મૂકી ભાગવામાં સફળ રહ્યો

ગ્રામવાસીઓ પૂર્વ ધારાસભ્યને પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. પૂર્વ ધારાસભ્યની કાર પર MLA લખેલો હતો અને આ કાર લઈને પૂર્વ ધારાસભ્યનો પુત્ર રોફ ઝાડતો હતો.મળતી માહિતી મુજબ પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં ભાજપમાં સામેલ થયેલા હીરાભાઈ પટેલનો પુત્ર મહર્ષિ પટેલ દારૂના નશામાં ઈનોવા કાર ચલાવી રહ્યો હતો. ત્યારે તેની ગ્રામજનો સાથે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. મામલો ઉગ્ર થતા ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્યના પુત્રને મેથીપાક ચખાડ્યો હતો. જોકે અન્ય લોકો બચાવમાં આવતા તે ત્યાંથી કાર મૂકી ફરાર થઇ ગયા ગયા હોવાની માહિતી મળી છે.મહર્ષિ પટેલ ઈનોવા કાર મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો. કાર પર MLAનું બોર્ડ લાગેલુ હતુ. જ્યારે કારમાં પાછળના ભાગે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હતો.

પૂર્વ ધારાસભ્યની કાર પર MLA લખેલું હતું

ગ્રામજનોએ તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે.ગુજરાતમાં દારૂબંધીનો કાયદો નામમાત્રનો છે. રાજ્યમાંથી અવારનવાર દારૂ પકડાતો રહે છે. ત્યારે મહિસાગરમાંથી પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપમાં સામેલ થયેલા હીરાભાઈ પટેલનો પુત્ર નશાની હાલતમાં મળી આવ્યો છે. ગ્રામવાસીઓ પૂર્વ ધારાસભ્યને પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. પૂર્વ ધારાસભ્યની કાર પર MLA લખેલું હતું અને આ કાર લઈને પૂર્વ ધારાસભ્યનો પુત્ર રોફ ઝાડતો હતો.

Related posts

અમદાવાદ પીસીબીનો શું છે ખેલ..પીસીબીના પીએસઆઇએ વહીવટદારને સોંપ્યું છે આ કામ..

Admin

વિડીયો ગેમ રમવાની લત 12 વર્ષના જયનેશને મોત સુધી લઈ ગઈ, વલસાડનો કિસ્સો..

Dharmistha Parmar

સુરતના સરથાણા વિસ્તારની ઘટના નકલી સીબીઆઈ ઓફિસર બની એજન્ટનું અપહરણ કર્યું

Nation1news

Leave a Comment