સ્ટોરીના લેખક:ધર્મિષ્ઠા પરમાર (એડીટર ઈન ચીફ )
- તમારા માટે તો આખી જિંદગી દોડો છો એક દિવસ સમાજ માટે પણ કાઢો
- ગાંધીનગર ખાતે યોજાનારા સંમેલનમાં જોડાઓ અને પોતાના સગા સંબંધીઓને પણ પ્રોત્સાહિત કરો
સંત શ્રી રોહીદાસ સેવા સમાજ ગાંધીનગર તરફથી સમગ્ર ગુજરાતના રોહીદાસ સમાજનુ મહાસંમેલનનું આયોજન તા.૨૫.૦૯.૨૦૨૨ના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે .
આ ભગીરથ કાર્ય ચુંવાળ પરગણા રોહિત સમાજના કાંઝ ગામના ડાહ્યાભાઇ પરમારના પ્રમુખ સ્થાનેથી યોજાનાર છે,જે ખુબ ગૌરવની બાબત છે.
આ કાર્યક્રમ ભવ્યતા ને ભવ્ય થી ઉજવાય તે માટે સર્વે સમાજબંધુઓના સાથ અને સહકારની આવશ્યકતાને લઈ જે માટે તા.૧૫-૦૮-૨૦૨૨ ને સોમવારે ચુંવાળ પરગણાની મિટિંગ પણ રાખવામાં આવેલ છે.
આ અંગે અણદાભાઈ ચાવડાએ નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મીટીંગનું આયોજન ગાંધીનગર ખાતે તારીખ 15 ઓગસ્ટ ના રોજ સવારે 10:00 વાગે સેક્ટર 6 ખાતે સંત શ્રી રોહિદાસ મંદિર માં રાખવામાં આવેલ છે આ મિટિંગમાં હાજર રહેવા તમામ ચુંવાળ પરગણાના લોકોને શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ સોલંકી (ગામ:છારોડી)દ્વારા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. મીટીંગ દરમિયાન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ભોજનની વ્યવસ્થા કાંઝ ગામના મેહુલ પરમાર દ્વારા કરવામાં આવી છે.