Nation 1 News
અન્યગામની વાતહવામાન

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત

રાજકોટમાં આજે સતત પાંચમાં દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ઉપલેટા આટકોટ અને ગોંડલ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. હાલ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે રાજકોટના મેટોડામાં વીજળી પડી હોવાના સમાચાર મળી આવ્યા છે. આ દરમ્યાન મૂળ ઉત્તર પ્રદેશના વતની નીરજ શ્યામ યાદવ નામના એક યુવકનું મોત થયું છે.

રાજકોટ શહેરમાં બપોરના સમયે મેઘ મહેર તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે હાલ શહેરમાં બાલાજી હોલ, નાના મવા રોડ, લક્ષ્મીનગર, મવડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે યાજ્ઞિક રોડ, રેસકોર્સ, જિલ્લાપંચાયત ચોક, જાગનાથ, ફુલછાબ ચોક સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.ત્યારે રાજકોટ જીલ્લાના આટકોટમાં વીરનગર, પાચલડા, જંગવડ સહિતના અનેક વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ત્યાર બાદ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. 

આટકોટમાં એક કલાકમાં અડધો ઈંચ વરસાદ પડતા પંથકના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

————————————————— 

 

 

Related posts

કૃષ્ણનગર પોલીસે અમદાવાદમાં ઇતિહાસ રચ્યો, જાણો શું છે સમગ્ર હકીકતો..

Admin

બેતાલીસ રોહિત કર્મચારી શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Admin

લેપટોપ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા લેપટોપ માટે 1.50 લાખની સહાય

Dharmistha Parmar

Leave a Comment