દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રોટોકોલ મુજબ તેમનું ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યપાલ તે માંડીને તમામ નેતાઓ હાજર રહ્યા હતા એરપોર્ટ થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થયા હતા આવતી કાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત નો પ્રવાસ કરશે તેઓ વડોદરા ખાતે સભા પણ કરવાના છે આ ઉપરાંત પાવાગઢ મંદિર ના દર્શન પણ કરવાના છે.
આ રહ્યો તેમના ગુજરાત પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ગાંધીનગર રાજભવન રાત્રી રોકાણ
18 જૂન એ સવારે પીએમ મોદી પાવાગઢ જશે
સવારે 9 વાગ્યાથી 11.30 સુધી પાવાગઢ મંદિરે દર્શન કરશે
11.30 થી 11.45 સુધી વિરાસત વન ની મુલાકાત લેશે
બપોરે 12.15 એ વડોદરા પહોંચશે પીએમ મોદી
ગુજરાત ગૌરવ અભિયાન ને સંબોધન કરશે
બપોરે 2.30 વાગે વડોદરા થી દિલ્લી જવા રવાના થશે
18 જૂન એ પીએમ મોદીનાં માતા હીરાબા ને 100 વર્ષ પુર્ણ થશે
પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેશે
હીરાબાના 100 માં જન્મદિવસએ વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમ નું આયોજન