Nation 1 News
લોકસભા ચૂંટણી 2024

પતિ,પત્ની ઔર વો:વિવાદમાં ફસાયેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ રાજકરણમાં લેશે બ્રેક

bhatar

દિગ્ગજ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવન મુદ્દે વિવાદોમાં છે. તાજેતરમાં જ તેમના પત્ની રેશ્મા પટેલે તેમને અન્ય યુવતી સાથે ઝડપી પાડ્યા હતા તે ઘટનાની વીડિયો ક્લિપ્સ ખૂબ જ વાયરલ થઈ હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે ભરતસિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કથિત વીડિયો અંગે સ્પષ્ટતા કરવાની સાથે પોતાની હૈયાવરાળ ઠાલવીને નિર્દોષતા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પત્રકાર પરિષદ દરમિયાન ભરતસિંહે પ્રત્યક્ષ રાજકારણમાંથી બ્રેક લેવાની પણ જાહેરાત કરી છે. જોકે તેમણે પોતે સામાજિક અને જ્ઞાતિના પ્રચાર-પ્રવાસ માટે સમય આપશે તેમ પણ જણાવ્યું હતું. જોકે તેમણે કોંગ્રેસ છોડવાની વાત નથી કરી તેવી સ્પષ્ટતા ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે. ભરત સિંહે જણાવ્યું કે, તેઓ સંગઠન માટે કામ કરતા રહેશે પરંતુ રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય તેમનો અંગત છે.

મારી પત્નીને મારામાં નહી મારી સંપતીમાં જ રસ છે

ભરતસિંહે વીડિયોમાં પોતાના સાથે દેખાઈ રહેલી યુવતી અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને પોતે તેના સાથે આઈસક્રીમ ખાવા ઘરે ગયા હોવાનું જણાવ્યું હતું. તેમણે યુવતીનું નામ રિદ્ધિ પરમાર છે તેમ જણાવ્યું હતું. સાથે જ પોતે ડિવોર્સ ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ભરતસિંહે જણાવ્યું કે, હું મારી પત્નીથી છૂટીશ અને મને કોઈ સ્વીકારે, મારા ત્રીજા લગ્ન થાય તો એ મારા નસીબ. તેમણે રેશ્મા પટેલ સાથે પ્રેમ લગ્ન બાદ રેશ્મા પટેલને માત્ર સંપત્તિમાં જ રસ હોવાનો આક્ષેપ કર્યો છે.

હું કયારે મરીશ તેના તેના દોરા-ઘાગા કરાવતી હતી

ભરતસિંહે પોતાના ભોજનમાં, દૂધમાં વગેરેમાં કશું ભેળવીને તેમને મારી નાખવાનો પ્રયત્ન થયાના પણ દાખલા છે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે રેશ્મા પટેલ દોરા-ધાગા ઉપરાંત મૌલવીઓને જઈને આ ક્યારે મરશે તેવા સવાલ કરતા હતા તેમ પણ જણાવ્યું હતું. ભરતસિંહ સોલંકી સાથે જે યુવતી જોવા મળી હતી તે વડોડરાના મહિલા કોંગ્રેસી નેતાની ભાણી હોવાની ચર્ચા ચાલી રહી છે. મંગળવારના રોજ ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતી સાથે જોવા મળ્યા હતા. તે સમયે રેશ્મા પટેલે રણચંડીનું રૂપ ધારણ કરીને ભરતસિંહ અને તે યુવતીને બરાબરના હડફેટમાં લીધા હતા.

‘તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’

ક્લિપમાં રેશ્મા પટેલ યુવતીને એમ કહેતા સંભળાય છે કે, ‘તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.’ યુવતી રેશ્મા પટેલને આન્ટી કહીને પણ સંબોધે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?’

Related posts

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના આ ઉમેદવારની છે વાહ વાહ, જાણો કોણ છે આ ઉમેદવાર

Admin

પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની ધરા પર પહોંચ્યા

Admin

5 લાખ લીડનું શું છે ગણિત, વાંચો પાટીલનું ગણિત

Admin

Leave a Comment