Story By : Pradip Gohil (Gujarat Head)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર ઘર તિરંગા અભિયાનને લઈને હાલમાં દરેક ઘર અને વાહનો પર રાષ્ટ્રધ્વજ લહેરાતો દેખાય છે નોંધનીય છે કે 13 થી 15 તારીખ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલવાનું છે 15 તારીખ પછી રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય અને રાષ્ટ્રધ્વજ લહેરાવનાર વ્યક્તિનું સન્માન પણ થાય તેવી અનોખી યોજના અમદાવાદના કલ્પવૃક્ષ દ્વારા બનાવવામાં આવી છે
એક કિલો ગોળ અને ઓર્ગેનિક ખાંડ માત્ર 50 રૂપિયામાં અને વાંચો બીજુ શું મળશે..
કલ્પવૃક્ષ દ્વારા તિરંગો જમા કરાવનાર વ્યક્તિને એક કિલો ગોળ અને ઓર્ગેનિક ખાંડ માત્ર 50 રૂપિયામાં આપવામાં આવશે ઉપરાંત તિરંગો જમા કરાવનાર વ્યક્તિને સન્માન રૂપે એક સિલ્વર કોઈન પણ આપવામાં આવશે
અમદાવાદમાં બે સ્થળોએ 16 થી 18 તારીખ સુધી તિરંગો જમા કરાવી શકાશે..
કલ્પવૃક્ષ દ્વારા આ અભિયાન 16 મી ઓગસ્ટથી 18 મી ઓગસ્ટ સુધી ચલાવવામાં આવશે આ અંગે કલ્પવૃક્ષના મહર્ષી શાહ એ નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તિરંગા નું અપમાન ન થાય અને તિરંગો લગાવનાર વ્યક્તિનું સન્માન પણ થાય તેને લઈ આ અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે અને અમદાવાદમાં બે સ્થળોએ કોઈપણ વ્યક્તિ 16 થી 18 તારીખ સુધી તિરંગો જમા કરાવીને આ ત્રણ વસ્તુ મેળવી શકે છેકોઈપણ વ્યક્તિ તિરંગો કલ્પવૃક્ષ પાલડી ફલેગશીપ સ્ટોર લીટલ સ્કૂલ ની પાસે પાલડી ભઠ્ઠા અને ઉસ્માનપુરા કલ્પવૃક્ષ ૨,સેવાગ્રામ સોસાયટી જમા કરાવી શકે છે.