Story By:Dharmistha Parmar(Editor In Chief)
- આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ
- અટલ ફુટ ઓવર બ્રિજ દેશનો પ્રથમ ફુટ ઓવર બ્રિજ
- ઉત્તરાયણની ઉજવણીની થીમથી બનાવાયો બ્રિજ
- 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ બનાવાયો
અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરવા જઇ રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) ટુક સમયમાં જ લોકો માટે ખુલો મુકાશે. અમદાવાદ મહાનગર પાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકાર્પણ માટે આમંત્રણ અપાયું છે. પીએમ મોદીના હસ્તે આગામી 27 ઓગષ્ટના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઇ લોકાર્પણ કરવામાં આવશે. દેશનો પ્રથમ આ પ્રચારનો ફુટ બ્રિજ હશે.
ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિજબ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો
અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર આઇ કે પટેલે નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, અમદાવાદના સાબરમતી નદી કિનારા પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે ઇ લોકાર્પણ કરાશે. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિજબ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.
આ બ્રિજ એક એન્જીનીયરીગ અજાયબી તરીકે ઓળખાશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું આયોજન કરવામાં આવેલ છે. જે પૂર્વ અને પશ્ચિમ કાઠાની વચ્ચે પેડેસ્ટ્રીયન સરળતાથી જોડાશે.
આ છે અટલ ફુટ ઓવર બ્રિજની ખાસિયત
બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે
ફુટ કિઓસ્ક ( 02 નંગ ) , સિટીંગ કમ પ્લાન્ટર (14 નંગ) , પારદર્શક કાચનું ફલોરીગ ( 4 નંગ – 24 ચોમી )
કુલ લંબાઇ : 300 મીટર વચ્ચેનો વિરામ : 100 મીટર
પહોળાઇ : બ્રિજના છેડેના ભાગે : 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે : 14 મીટર
ડિઝાઇન : આઇકોનિક સ્ટીલ બ્રિજમાં સ્ટાફનું વજન ૨૬૦૦ મે.ટન વજનનું લોખંડનું પાઇપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રક્ચર છત
વચ્ચેના ભાગે વુડન ફલોરીગ ભાગે ગ્રેનાઇટ ફલોરીગ , પ્લાન્ટર સ્ટેઇનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
વચ્ચેના ભાગે ફુડ કિઓસ્ક , બેસવાની તથા પ્લાનટેશની વ્યવસ્થા
ડાયનેમિક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલ ઇ ડી લાઇટીંગ
સદર આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે . આ બ્રિજ એક એન્જીનીયરીગ અજાયબી તરીકે ઓળખાશે
બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડ ના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબીશન , કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે . બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.