Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

અમદાવાદમાં હોમગાર્ડ જવાનોની કાબિલેદાદ કામગીરી,ઘટના વાંચીને તમે પણ કહેશો સલામ છે આ જવાનોને…. જાણો શું છે સમગ્ર ઘટના…

અમદાવાદ હોમગાર્ડમાં ડિવિઝન-7 ના હોમગાર્ડ જવાનોએ એવી કામગીરી કરી છે કે તમે પણ  તેમની કામગીરીને બિરદાવાનું ચૂકશો નહીં.. ડિવિઝન-7 ના હોમગાર્ડ જવાનોએ કરેલી કામગીરી અન્ય જવાનો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે. વાત જાણે એમ છે કે હોમગાર્ડ માં ડિવિઝન-7 માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનુ નિધન થતાં સહકર્મી હોમગાર્ડ જવાનોએ પોતાના એક એક દિવસનુ વેતન એકઠું કરીને કુલ 1.70 રૂપિયાની રકમ મૃતકના પરિવારજનોને અર્પણ કરી હતી.

વિગતો એવી છે કે ડીવીજન -7 મા ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય સ્વ. અમીરજી કચરાજી ચાવડાના અવસાન નિમિતે ડીવીઝન -7 વતી તેમના પરિવાર ને રૂપિયા 1,70,000(એક લાખ સીતેર હજાર )ની આર્થિક સહાય પશ્ચિમના જિલ્લા કમાન્ડર શ્રીકુમાર પટેલ તથા પૂર્વના જિલ્લા કમાન્ડર સ્નેહલ પટેલ સાહેબ ના વરદ હસ્તે સ્વ. અમીરજી ચાવડાના પરિવારને આપવામા આવેલ.

આ પ્રસંગે ડીવીઝન -7ના ડીવીઝન કમાન્ડર રાજેશ પાટીલ ,બી. વી. બેન્કર સાહેબ, ભાવિક જરદોસ તથા મોટી સંખ્યામા ડીવીઝન -7ના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતાં. ડિવિઝન-7 ના હોમગાર્ડ જવાનોએ કરેલી કામગીરી અન્ય જવાનો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે.

Related posts

કિડની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીને‌ જન્મદિને સત સત નમન…..

Admin

નરોડા પોલીસે કર્યુ એવું કામ કે બાળકો દોડતા આવ્યા…અને પછી ખુદ પોલીસ કમિશનર પણ આવ્યા…જાણો શુ છે આખી ઘટના

Admin

લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ એક સાથે 70 બોટલ લોહી એકઠું કરી દીધું જાણો કેમ…

Admin

Leave a Comment