Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

અમદાવાદના ખોખરામાં ચાલતા દારૂના અડ્ડા પર  સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે તો નવાઈ નહીં

અમદાવાદના ખોખરામાં ચાલતા દારૂના અડ્ડા પર  સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરે તો નવાઈ નહીં

અમદાવાદના ખોખરામાં વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓને લઈને સ્ટેટ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રજૂઆત કરાઈ છે. સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રજૂઆત કરતા સ્ટેટ મોનિટરિંગ સેલની અમદાવાદના ખોખરામાં વિસ્તારમાં દરોડો પાડવાની બાયંધરી આપી હતી.આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના કે.ટી.કામરીયાને‌ રજૂઆત કરાઈ છે.

ખોખરા પીઆઈ એ.વાય.પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખોખરામાં વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને ખોખરા પીઆઈ એ.વાય.પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે.. વહીવટીદાર દર મહિને લાખો રૂપિયાનું ભરણ લઈ અડ્ડાઓ ચાલવા દેતા હોવાની પણ રજૂઆત કરાઈ છે..

ખોખરા પોલીસ દર મહિને લાખો રૂપિયા ભરણ લે છે

નોંધનીય છે કે ખોખરામાં વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ખોખરામાં પોલીસ આ માટે દર મહિને લાખો રૂપિયા ભરણ પણ લે છે.. જેથી ખોખરા પોલીસ આ લોકો સામે કોઈ જ પગલાં લેતી નથી. જેને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેથી સ્થાનિક લોકોએ એસએમસીની ટીમને રજૂઆત કરી છે..

Related posts

લાલ પરી લંડન ચલી’: ઠાકોર પરિવારની ત્રણ પેઢી 73 વર્ષ જૂની વિન્ટેજ કારમાં 12,000 કી.મી. યાત્રા કરશે

Admin

બાપુનગર વિસ્તારમાં પીઆઈ અને વહીવટદારના બુટલેગરો પર ચાર હાથ

Admin

મિયાઝાકી કેરી, જેની સુરક્ષા માટે મૂક્યા છે ચાર ગાર્ડ અને 6 કુતરા, જાણો કેમ ?

Dharmistha Parmar

Leave a Comment