Nation 1 News
ક્રાઈમદેશ-વિદેશ

ઉત્તર પ્રદેશમાં લગ્નના જમણવારમાં ગરમ પૂરી માટે થઈ હત્યા

  • લગ્નના જમણવારમાં ગરમ પૂરી માટે હત્યા
  • ઉત્તર પ્રદેશમાં ગરમ પૂરી માટે થઈ હત્યા
  • બદાયુના એક ગામમાં લગ્નનો જમણવાર હતો
  • લગ્નના જમણવારમાં ગરમ પુરીના આપતા  અથડામણ
  • અથડામણમાં મહિલાની સરેઆમ હત્યા કરી દેવાઈ

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના એક ગામમાં લગ્નનો જમણવાર હતો. લગ્નના જમણવારમાં ગરમપુરી માંગવાના મુદ્દે જૂથ અથડામણ થતા એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે આ ચોંકાવનારી ઘટનાને પગલે ગામમાં સનસનાટી મચી જવા પામી છે ઘટનાની જાણ થતા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો

 

સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના એક નાના અમથા ગામમાં એક પરિવારમાં લગ્નનો સમારોહ હતો લગ્ન દરમિયાન ગ્રામજનો માટે પણ જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવાર દરમિયાન એક મહિલાએ ગરમપુરી માંગતા બોલાચાલી થઈ હતી સામાન્ય બોલા ચાલીએ જૂથ અથડામણ નું સ્વરૂપ ધારણ કરી લીધું હતું

 

બે જૂથ વચ્ચે અથડામણ થતાં એક મહિલાને સરેઆમ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી જ્યારે અન્ય કેટલાય લોકો ને ઇજાઓ થવા પામી હતી? ઘટનાની જાણ બધાયુ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને ઘાયલોને સારવાર માટે ખસેડ્યા હતા આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
બીજી તરફ નાના એવા ગામમાં લગ્ન જમાડવાર પ્રસંગે ગરમ પૂરી જેવી નાની બાબતે મહિલાની સરિયામાં હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે

Related posts

ગુજરાત ATSની ટીમે વડોદરામાંથી એક ડોકટરની કરી અટકાયત

Admin

શુ તમારા સંતાનને વડોદરાની પારૂલ યુનિવસીર્ટીમાં ભણવા મુકવાના છો ?..તો પહેલા આ સમાચાર વાંચી લેજો…નહી તો પછતાશો..

Admin

સી એચ સી દહેગામમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

Admin

Leave a Comment