અંધશ્રદ્ધા દૂર કરવા ચુંવાળ પરગણાની અનોખી પહેલ, સમૂહ લગ્નમાં લેવડાવ્યા શપથ “અંધશ્રધ્ધાથી રહીશું દૂર”
ચુંવાળ પરગણા રોહિત સમાજ ના ઉપક્રમે આજ રોજ વાંસવા ગામે સમૂહલગ્ન યોજાયેલા જેમાં સમાજનાં આગેવાનો વડીલબંધુ શ્રી હાજરી આપીને નવયુગલો દંપતિને આશીર્વાદ આપીને શિક્ષણ નો વ્યાપ વધારવા સામાજીક જાગૃતિ લાવીને અંધશ્રદ્ધા વહેમ દૂર કરીને નવચેતના લાવવા ભેટ સોગાદ આપી હતી. સમૂહ લગ્નની ખાસ વાત એ રહી હતી કે લગ્નમાં 16 યુગલોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે શપથ લેવામાં આવ્યા હતા.
ચુંવાળ પરગણા રોહિત સમાજ દ્વારા આજરોજ વાસવા ગામ મુકામે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ચુવાળ પરગણા રોહિત સમાજના વડીલો તેમજ લોકો હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
ચુવાળ પરગણા રોહિત સમાજ દ્વારા સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજના લોકો કાયમ માટે અંધશ્રદ્ધાથી દૂર રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સમાજ દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા માટે આવા અનેક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે આજરોજ સમુહ લગ્નમાં 16 યુગલોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા ના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને તેમને ભેટ સોગાતો પણ આપવામાં આવી હતી.