Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

મેઘાણીનગર પી.આઈને મીડિયાને ત્રાજવે તોલવાની ભૂલ ભારે પડી…

મેઘાણીનગર પી.આઈને મીડિયાને ત્રાજવે તોલવાની ભૂલ ભારે પડી

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઈ વાય જે રાઠોડને મીડિયાને ત્રાજવે તોલવાની ભૂલ ખૂબ જ ભારે પડી છે. વાત જાણે એમ છે કે મેઘાણીનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાની માહિતી નેશન ફર્સ્ટ ન્યુઝ દ્વારા પીઆઇ વાય જે રાઠોડને આપવામાં આવી હતી. ત્યારે મેઘાણીનગર પીઆઈએ રેડ કરાવી દઉં છું તેવો ઉડાવ જવાબ આપીને સમગ્ર મામલા પર પાણી રેડી દીધું હતું. અને નેશન ફર્સ્ટ ન્યુઝને નાના મીડિયા તરીકે ત્રાજવે તોલવાની ભૂલ પીઆઇ વાય જે રાઠોડને ભારે પડી ગઈ છે.

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જીએસ મલીકે ચાર્જ સંભાળ્યા બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં દારૂ જુગાર અને ડ્રગનું દુષણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદના તમામ વિસ્તારમાં જ્યાં જ્યાં પીઆઇ અને વહીવટદારની છત્રછાયા હેઠળ અંદર ખાને પરમિશન આપી દારૂ જુગારના અડ્ડા ચલાવવામાં આવતા હતા તે સદંતર બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં તેમ છતાં મેઘાણીનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા બેફામ ધમધમી રહ્યા હતા.

મેઘાણીનગર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા બેફામ ધમધમી રહ્યા હોવા અંગે મેઘાણીનગરના પીઆઇ વાય જે રાઠોડને નેશન ફર્સ્ટ ન્યુઝ દ્વારા એક અઠવાડિયા અગાઉ જાણ કરવામાં આવી હતી તે સમયે પીઆઇ રાઠોડ એ હું રેડ કરાવી દઉં છું તેવો ઉડાઉ જવાબ આપી નેશન ફર્સ્ટ ન્યુઝને નાના મીડિયા તરીકેના ત્રાજવે તોલ્યુ હતું.. અને આ ભૂલ પીઆઇ રાઠોડને હવે ખૂબ જ ભારે પડી રહી છે.

જન્માષ્ટમીના દિવસે મેઘાણીનગર રામેશ્વર ખાતે આવેલી કૈલાસ સ્કૂલની સામે દેશી દારૂ પીવા રીતસર મેળો ભરાયો હોય તેવા વિડિયો સાથેના અહેવાલ નેશન ફર્સ્ટ ન્યુઝમાં આપવામાં આવ્યા હતા ત્યારબાદ આ વિડીયો તમામ મીડિયામાં પણ દર્શાવવામાં આવ્યા હતા.. અહીં વાત માત્ર મેઘાણીનગર પીઆઈની નથી પરંતુ પોલીસ ખાતાના તમામ કર્મચારીઓથી લઈ અધિકારીઓને પણ એ વાત ધ્યાનમાં રહેવી જરૂરી છે કે કોઈપણ મીડિયાને નાના કે મોટા તરીકે ત્રાજવે તોલવાની ભૂલ ક્યારેક તમને પણ ભારે પડી શકે છે..

Related posts

દાદા દસ નંબરી,બાપ બારા નંબરી,બેટા સબસે બડા નંબરી,ત્રણ પેઢીથી લોકોને ઠગતી ટોળકી !

Admin

કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી..

Admin

અમદાવાદના ખોખરામાં લઠ્ઠા કાંડ  સર્જાય તો જવાબદાર કોણ?

Admin

Leave a Comment