Nation 1 News
રાજનીતિ

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, કહ્યું- ચીન અને રશિયા વચ્ચે યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, કહ્યું- ચીન અને રશિયા વચ્ચે યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા

આજે રાજ્યના શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન તેમણે ભાંગરો વાટ્યો હતો.

 

આ દરમ્યાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યહતા.

શિક્ષણમંત્રીને અચાનક પોતાની ભૂલનું ભાન થતા તેમણે તરત જ શબ્દો સુધારી લી઼ધા

નોંધનિય છે કે, શિક્ષણમંત્રીને અચાનક પોતાની ભૂલનું ભાન થતા તેમણે તરત જ શબ્દો સુધારી ચીનનું યુક્રેન અને ભાજપના ધ્વજના સ્થાને ભારતના રાષ્ટ્રનું ઉચ્ચારણ કર્યું હતું. આ સંમેલન દરમ્યાન જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, પહેલાં સરકારી ભરતીમાં લેખિત પરીક્ષાઓ જ નહોતી લેવાતી. સીધો ઇન્ટરવ્યુ લેવાતો અને જેને પસંદ કરવા હોય તેને લઈ લેવામાં આવતા. 

સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે

આજે પણ સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે. પહેલાંની સરકારમાં રૂપિયા લઈને જ સરકારી ભરતીઓ કરવામાં આવતી. અમે હવે લેખિત પરીક્ષા કરીએ છીએ.

 

Related posts

મોદીએ કહ્યું કચ્છના ભુકંપ પછી અમે પહેલી દીવાળી ઉજવી ન હતી

Admin

26 જૂને અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, અમદાવાદ ટાઉન હોલ ખાતે કરશે બેઠક ગુજરાતમાં મફત વિજળી માટે ચલાવશે ઝુંબેશ

Nation1news

અમદાવાદથી લઇ રશિયા સુધી ભાજપના આ ઉમેદવારની છે વાહ વાહ, જાણો કોણ છે આ ઉમેદવાર

Admin

Leave a Comment