Nation 1 News
બ્રેકીંગ ન્યૂઝહેલ્થ

રાજયની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર, OPD બંધ રાખી વિરોધ

 

આજથી રાજયભરની હોસ્પિટલના જૂનિયર ડોકટરો હડતાળ કરશે. પડતર માંગોને લઇ તબીબો હડતાળ કરવાના છે. આજે સવારથી જ જૂનિયર તબીબો ઓપીડી બંધ રાખી હડતાળ કરશે.બોન્ડ સેવામાં રાહતની માગ સાથે 2019ના બેચના તબીબો હડતાળ પર છે. રેસિડેન્ટ ડોક્ટરો સિવિલ કેમ્પસમાં એકત્ર થઈ વિરોધ કરશે આ ઉપરાંત ઓપીડીથી પણ અડગા રહેશે.

વહેલી સવારથી લોકોને મુશ્કેલી

ડોકટરોની હડતાળને પગલે દર્દીઓને વહેલી સવારથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજયના મોટાભાગના શહેરમાં સરકારી હોસ્પિટલની ઓપીડી બંધ રહેતા દર્દીઓ સવારથી રઝડી પડયા છે અને અનેક દર્દીઓના ઓપરેશન પણ અટકી પડયા છે..

 

અગાઉ પણ જૂનિયર તબીબો પડતાળ પર ઉતર્યા હતા

નોંધનીય છે કે અગાઉ પણ જૂનિયર તબીબો પડતાળ પર ઉતર્યા હતા. તે સમયે પણ તબીબોએ પડતર માંગને લઇ હડતાળ કરી હતી અને ઓપીડીથી અડગા રહ્યા હતા જેને કારણે દર્દીઓ અને તેમના સગાવહાલાઓને ખુબ જ હેરાન થવું પડયુ હતું આ ઉપરાંત અનેક ઓપરેશનો પણ અટકી પડયા હતા.બાદમાં આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ સાથે તબીબોની બેઠક યોજાઇ હતી અને બેઠકમાં તબીબઓને આશ્વાસન અપાત હડતાળ અચાનક સમેટી લેવાઇ હતી. જો કે હજી સુધી તેમની માંગો પુરી ન થતાં જૂનિયર તબીબો ફરી હડતાળ પર ઉતર્યા છે.

Related posts

અમદાવાદ પોલીસને તમારા સ્વાસ્થ્યની ચિંતા પણ છે.. જુઓ નરોડા પોલીસે તેનો બોલતો પુરાવો આપ્યો..

Admin

અમદાવાદ પીસીબી કરે છે આ કામ..પીસીબીનો મોટો ખેલ

Admin

26 જૂને અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, અમદાવાદ ટાઉન હોલ ખાતે કરશે બેઠક ગુજરાતમાં મફત વિજળી માટે ચલાવશે ઝુંબેશ

Nation1news

Leave a Comment